લાલકામાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન
(રિપોર્ટ કરશન બામટા)
શિવરાજપુર થી 10 કિલોમીટર દૂર લાલકા ની વાવ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ કથા વ્યાસપીઠ પર આશિષ પ્રસાદ જોષી કથાનો રસ પાન કરાવી રહ્યા છે. કથામાં આવતા દરેક ધાર્મિક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. તેમજ આજુબાજુ વિસ્તારના ભક્તજનો દ્વારા મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. લાલકા, વાકિયા, શિવરાજપુર, વડોદ, જસદણ સહિતના આજુબાજુના હજારો ભાવિ ભક્તજનો શિવ મહાપુરાણ સાંભળે છે. ભક્તજનો માટે અહીં તમામ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મંદિરમાં ગંગા માં હાજરા હજુર છે જે ની વાવ આવેલ છે. જેમાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. ફરતી પહાડી વિસ્તારથી ઘેરાયેલું આ મંદિર છે છતાં પણ આ વાવમાં પાણી ખુડતુ નથી. અહીં મહંત લક્ષ્મણ ગીરીબાપુ મહાદેવ ની પુંજા અર્ચના કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
