સુરેન્દ્રનગર જિલ્લાની થાન સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાની થાન સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.


તા.04/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ સરકારી CHC દવાખાનાની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યારે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અને ગુજરાત સરકારના અનેક મંત્રીઓ સરકારી દવાખાનાની અત્યાધુનિક સુવિધા માટે ચૂંટણીની અંદર અત્યારે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અને સારામાં સારી સુવિધા બાબતે લોકોમાં ઢંઢેરો પીટી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સીએચસી દવાખાનાની અંદર સ્ત્રી નસબંધી ઓપરેશન અને એની સુવિધા માટે તંત્રની ખુલ્લેઆમ બેદરકારી સામે આવી છે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના પીએસસી કર્મચારી દ્વારા દર અઠવાડિયે સર્વે કરીને અગાઉથી જાણ કરવામાં આવે છે. અને દર માસના ગુરુવારે સ્ત્રીઓમાં સોથી વધારે નસબંધીના ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે થાનગઢ સીએચસી દવાખાનાની અંદર દવાખાનાના અધિકારી અને સ્ટાફ દ્વારા ઘોર બેદરકારી કરવામાં આવતું નજરે જોવા મળે છે.જેમાં હોસ્પિટલમાં ઓપરેશનના દર્દીને ઓપરેશન પછી રૂમમાં લઇ જવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ત્યારે અને દર્દીને જમીન પર સુવડાવામાં આવે છે. ત્યારે આવા લાપારવાહ અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઈએ, એવી થાન તાલુકાની આમ પ્રજાની લાગણી અને વ્યાપક માંગણી છે. જ્યારે આ અંગે સુરેન્દ્રનગર CDHO ડી.જે.ગોહિલે જણાવ્યું હતુ કે, થાનગઢની અંદર સીએચસી હોસ્પિટલ અમારી ભાડે છે. એટલે સુવિધામાં તકલીફ પડે છે. હું સૂચના આપી દઉં છું કે, હવે આવી ફરિયાદ નહીં આવે તેવું જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.