મહિસાગર જીલ્લામાં નાયબDDO પાસે RTI અપીલ ચલાવવાનો સમય નથી
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાકક્ષામાં કરેલી આરટીઆઇના સંતોષકારક જવાબ ના મળતા જીલ્લા કક્ષાએ અપીલ અરજી દાખલ કરવી પડે છે. ત્યારે અપીલ અરજી દાખલ કર્યાં એના મહિનાઓ વીતી ગયા હોવા છતાં મુદ્દત તારીખ ન ફાળવતાં અરજદારોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
મળતી વિગતો અનુસાર મહીસાગર જીલ્લાના છ તાલુકા પંચાયત પૈકી કોઈપણ તાલુકા પંચાયત કે અન્ય જીલ્લા પંચાયત વિભાગમાં કરેલી આરટીઆઇનો
સંતોષ કારક જવાબ ના મળે તો આરટીઆઇની જોગવાઈઓ મુજબ અપીલ કરી શકો છો. જેમાં સમયના નિયમ મુજબ કરવામાં આવેલી અપીલને ના.જીલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી દબાવી રાખી હોય તેમ અરજદારને મુદત ફાળવવામાં આવતીના હોવાથી તંત્ર સામેનો વિશ્વાસ તૂટતો નજરે ચઢે છે. ત્યારે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના ક્લાર્ક પૂજા હથીલાને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આપની અરજી આવી ગઈ છે, પણ મુદત કાઢી નથી. હવે તમે આવ્યા છો એટલે કાઢી દઈશ તેમ જણાવવામાં આવ્યું હતું.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.