રાજુલામાં મહાશિવરાત્રીની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવશે
રાજુલામાં મહાશિવરાત્રીની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવશે
સર્વ પ્રથમવાર આવી શિવરાત્રિ ઉજવાઈ
રાજુલા શહેર સ્વૈચ્છિક પણ બંધ રહેલું
શિવલિંગ પાસે શોભાયાત્રા પૂરી થઈ ત્યાં સુધી કબૂતર હાજર રહેતા કબૂતર નો વિડીયો થયો સોશ્યલ મીડિયામાં વાયરલ
વિવિધ ફ્લોટ આ શોભાયાત્રામાં બન્યું આકર્ષણ નું કેન્દ્ર
આ આ રથ યાત્રા માં જુદી જુદી વેશભૂષા રાજુ કરવામાં આવેલ
રાજુલા શહેર ના વિવિધ વિસ્તારો ધજા પતકડા તેમજ સિરીઝથી શણગારવામાં આવ્યું
હરહર મહાદેવ ના નાદ થી રાજુલા શહેર ગુંજી ઉઠ્યું
દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલામાં શિવજીની શોભાયાત્રા એટલે કે શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી પરંતુ સતત છેલ્લા 24 વર્ષથી રાજુલા શહેરમાં શિવ ઉત્સવ કમિટી દ્વારા આ શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શિવ ઉત્સવ કમિટી રુદ્રગણ રાજુલા દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડેલ રાજુલા માં જેવી રીતે જન્માષ્ટમી નું ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે તેવી રીતે રાજુલા શહેર માં મહાશિવરાત્રી નું પણ ભવ્ય થી દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ શહેરના વેપારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાશિવરાત્રીના ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવેલો આ રથયાત્રામાં વિવિધ જાતના ફ્લોટો તૈયાર કરવામાં આવેલ તેમજ શિવજીની મૂર્તિઓ છત્રપતિ શિવાજી તેમજ ભગવાન ભોળાનાથ તેમજ રાસ ગરબા આ શો શોભાયાત્રા ખાસ આકર્ષણ બનેલ તેમજ વિવિધ જુદી જુદી વેશભૂષા સાથે શહેરના માર્ગો પરથી આ શોભાયાત્રા નીકળેલ બહેનો માટે રાસ ગરબા માટે અલગ ડી.જે.ની વ્યવસ્થા કરવામાં આવેલ દેશી ઢોલ આધુનિક બેન્ડવાજા સાથે આ રથયાત્રા રાજુલા શહેર ના મુખ્ય માર્ગો પસાર થતા દર્શનાર્થીઓ દ્વારા હર હર મહાદેવના નારા લગાડવામાં આવેલા આ શોભાયાત્રામાં શિવજીની વેશભૂષા આકર્ષણ નું કેન્દ્ર બનેલ રાજુલા શહેરને સંપૂર્ણપણે શણગારવામાં આવેલ આ શોભા યાત્રા ભૂદેવનાથ મંદિરેથી એટલે કે એસટી વર્કશોપ પાસેથી આ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવેલું રાજુલામાં શહેર માં સૌ પ્રથમવાર સોસાયટીમાંથી શોભાયાત્રા નીકળી હોય તેવું આ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવું અનોખું આયોજન થતા સોસાયટી વિસ્તાર ના લોકો માં આ શિવરાત્રી નો અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવતા આ સોસાયટીમાં રહેશો તેમજ વેપારી ઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ આગેવાનો વગેરે દ્વારા આ શોભાયાત્રા ને ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય તે માટે ભારે જહેમત ઉઠાવેલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ શોભા યાત્રા કુંભનાથ સુખનાથ મહાદેવ ખાતે પૂર્ણ થયેલ કુંભનાથ મહાદેવ મંદિરે મહાઆરતી યોજવામાં આવેલ સમગ્ર શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ ચેમ્બર ઓફ કોમર્સ શિવ રુદ્ર ગ્રુપ રુદ્રગણ તેમજ શિવ ઉત્સવ કમિટી તેમજ રાજુલા શહેરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભારે રહેમત ઉઠાવવામાં આવેલી આ શોભા યાત્રામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતેથી પાણી લાવેલ જે પાણી ને લોકો ને આ પાણી પ્રસાદી રૂપી આપવામાં આવેલ જે રથયાત્રા પૂર્ણ થયા બાદ શિવતાં દાસ કવિ ના ઉદાસ એવા દીપક ઠેકેદાર પગપાળા સોમનાથ યાત્રા માં રવાના થયેલ જેમાં વિવિધ આગેવાનો પણ હાજર રહેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર બંને શોભાયાત્રામાં હાજરી આપેલી અને દર્શનનો લાભ લીધો આ શોભાયાત્રા દરમિયાન ટાવર પાસે શરબતનો સ્ટોલ બનાવવામાં આવેલો અને સાથે શિવલિંગ મૂકવામાં આવેલી ત્યારે આ શિવલિંગમાં એક કબૂતર આ શોભાયાત્રા પૂર્ણ થઈ ત્યાં સુધી બેસી રહેતા આ કબૂતર નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે સાથે સાથે સવિતા નગરમાં આવેલ સદવિચાર હોસ્પિટલ પાસે આ શોભાયાત્રા પસાર થતા સદવિચાર હોસ્પિટલ ના ડોક્ટર તેમજ સમગ્ર સ્ટાફ તેમજ હાજર રહેલ તમામ દર્દીઓએ આ શોભાયાત્રામાં ભગવાન ભોળાનાથ ના દર્શન કરેલા ત્યારે હાજર રહેલા ધારાસભ્યો દ્વારા સદવિચાર હોસ્પિટલ ના ડોક્ટરોને શિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાજુલા પોલીસ સ્ટેશન ના પી.આઇ. કોલાદરા દ્વારા સુંદર અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો જાણવા મળતી વિગત મુજબ આ
શોભાયાત્રા માં અંદાજિત 150 જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં મૂકવામાં આવેલો શોભાયાત્રા ના અંતમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખો યુવરાજભાઈ ચાંદુ એ સમગ્ર રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ વિવિધ ધાર્મિક સંસ્થા ના આગેવાનો તેમજ રાજુલા પોલીસનો આભાર વ્યક્ત કર્યો
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
