ભાયાવદર રેલવે સ્ટેશનનાં ગરનાળામાં બારે માસ રહેતા ગટરના ગંધાતા પાણીથી લોકો પરેશાન.નિકાલ જરૂરી..યોગ્ય કરવા ઉઠેલી માંગ..!!”.
"રાજકોટ જિલ્લાના ભાયાવદર રેલવે સ્ટેશનનાં ગરનાળામાં બારે માસ રહેતા ગટરના ગંધાતા પાણીથી લોકો પરેશાન.નિકાલ જરૂરી..યોગ્ય કરવા ઉઠેલી માંગ..!!". પહેલું સુખ તે જાતે નર્યા, કહેવતમાં જો માણસનું આરોગ્ય સારું હોય તો વાંધો નથી આવતો,પરંતુ જો કોઈને કોઈ કારણસર સ્વાસ્થ્ય કથલેલું હોય તો લાચાર બની જાય છે. સરકાર લોકોની સુખાકારી માટે દરેક ગ્રામ પંચાયત,નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ગ્રાન્ટ તો ફાળવે છે પરંતુ જો સુચારુ આયોજન ન હોય તો લોકોના આરોગ્ય જોખમાય છે...!! રાજકોટ જિલ્લાનું ભાયાવદર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને રેલવેની લાઈન પસાર થાય છે ત્યાં ગામમાં જવાના રસ્તા પર ટ્રેકની નીચે આવેલ ગરનાળામાં ( આજુબાજુ ..) ખોડીયારનગર તરફ જવાના કાચા માર્ગની બાજુએ છેલ્લા કેટલાક સમયથી ( મહિનાઓથી..!! ) અહીથી પસાર થતી ગંધાતા પાણીના નિકાલ માટેની ગટર લાઈન તૂટેલ હોવાથી પાણીનો નિકાલ થતો ન હોવાથી વાહન ચાલકો,રાહદારીઓ અને આજુબાજુના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠે છે,અને ગંભીર રોગચાળો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય સ્થાનિક સત્તાધીશો આ મુદ્દાને ગંભીરતાથી લઈને કાયમી ધોરણે સમસ્યા હલ કરે એવી માંગ ઉઠી છે. રાજકોટ જિલ્લા કલેકટરે આ સ્થળની જાત તપાસ કરવાની જરૂર છે તો ખબર પડે કે સ્થાનિક સત્તાધીશો કેટલા બેદરકાર અને ફરજ પ્રત્યે ઉદાસીન છે...!! ( તસ્વીર - અહેવાલ = અતુલ શુક્લ દામનગર અમરેલી.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.