તલોદ ખાતે આર.કે.એસ.કે. અંતર્ગત “ યુવા પહેલ ક્વીઝ
તલોદ ખાતે આર.કે.એસ.કે. અંતર્ગત “ યુવા પહેલ ક્વીઝ
સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી તલોદના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે. અંતર્ગત “ યુવા પહેલ ક્વીઝ” તાલુકા હેલ્થ કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ કાર્યક્રમમાં અગાઉ શાળા લેવલે યોજાયેલ ક્વીઝમાં પ્રથમ નંબરે આવેલ વિધ્યાર્થીઓએ “ યુવા પહેલ ક્વીઝ “ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૪ રાઉન્ડમાં આરોગ્ય વિષયક રમતો રમાડી જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન તાલુકા હેલ્થ ઑફિસરશ્રી ડૉ. મનોજ વાલમિયા , આયુષ મેડિકલ ઑફિસરશ્રી ડૉ. પ્રજ્ઞેશ પટેલ, ટી.એચ.એસ. ચૌહાણ અજીતસિંહ તેમજ આર.કે.એસ.કે. કાઉન્સેલર દીપકકુમાર સુતરીયા દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.“ યુવા પહેલ ક્વીઝ “ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
