નવગુજરાત સાયન્સ કોલેજ બાલાસિનોર ના આસી.પ્રોફેસર અને ગુજરાત યુનિવર્સિટીના સંશોધક ડૉ. અનિરૂદ્ધ દેસાઈની સફળતા: - At This Time

નવગુજરાત સાયન્સ કોલેજ બાલાસિનોર ના આસી.પ્રોફેસર અને ગુજરાત યુનિવર્સિટીના સંશોધક ડૉ. અનિરૂદ્ધ દેસાઈની સફળતા:


છોડની રોગપ્રતિકારક શક્તિ વધારતી નવી બેક્ટેરિયાની શોધ

શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી સંલગ્ન નવગુજરાત સાયન્સ કોલેજ બાલસિનોર જી.મહીસાગર અને ગુજરાત યુનિવર્સિટી ના માઇક્રોબાયોલોજી તથા બાયોટેકનોલોજી વિભાગના સંશોધક ડૉ. અનિરૂદ્ધ દેસાઈએ તેમની પીએચડી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમનું સંશોધન વિષય "મધ્ય ગુજરાત વિસ્તારમાંથી જૈવિક નિયંત્રણ ક્ષમતાનું મૂલ્યાંકન" હતું, જે ડૉ.ચૈતન્યકુમાર.ઝા ના માર્ગદર્શનમાં પૂર્ણ થયું. આ સંશોધન દરમિયાન ડૉ. દેસાઈએ એક નવી બેક્ટેરિયલ જાતની શોધ કરી છે, જે પાકના રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવી શકે છે. આબેક્ટેરિયાની ખાસિયત એ છે કે તે ઇન્ડ્યુસ્ડ સિસ્ટમેટિક રેસિસ્ટન્સ (ISR) નામની પ્રક્રિયા દ્વારા છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે આ સંશોધન દ્વારા બેક્ટેરિયામાંથી ૪૧૮ નવા જનીનો ની (DNA Genes) પણ ઓળખ કરવામાં આવી છે, જે છોડને ફિટોપેથોજન (છોડના રોગકારકો) સામે રક્ષણ આપે છે. ડૉ. દેસાઈના સંશોધનના પરિણામે કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ ક્રાંતિ આવી શકે છે. આ નવી બેક્ટેરિયલ જાતનો ઉપયોગ જૈવિક નિયંત્રણ એજન્ટ તરીકે કરવામાં આવે તો તે પાક માટે અનુકૂળ અને પર્યાવરણમિત્ર બની શકે છે. તે રાસાયણિક ખાતરો અને જીવાણુનાશકોના પર્યાય રૂપે પણ કાર્યક્ષમ થઈ શકે છે, જેનાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન થાય અને પર્યાવરણ પર પણ હકારાત્મક અસર થાય. મધ્ય ગુજરાતમાંથી મળેલા માટીના નમૂનાઓના વિશ્લેષણ અને લાંબા સમય સુધી ચાલેલા લેબોરેટરી અભ્યાસોના પરિણામે આ શોધ શક્ય બની છે. ડૉ. દેસાઈની આ સફળતા વિજ્ઞાન ક્ષેત્રે ખાસ કરીને કૃષિમાં નવી દિશા પૂરી પાડે છે.

ગુજરાત યુનિવર્સિટીના એક પ્રતિભાશાળી સંશોધક તરીકે ડૉ. દેસાઈના કાર્યને વિશેષ માન્યતા મળવાની શક્યતા છે. તેઓના આવનારા સંશોધનો પાકના ઉત્પાદન અને રોગપ્રતિકારક તંત્રના વિસ્તૃત અભ્યાસ પર કેન્દ્રિત રહેશે. ગુજરાત ના કૃષિ અને વૈજ્ઞાનિક ક્ષેત્ર માટે આ શોધ એક મોટી પ્રગતિ તરીકે સાબિત થઈ શકે છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.