આલેલે વિકાસ થયું ગાંડો !! લાલપુર તાલુકા ગ્રામ પંચાયત ટોપ અપ ધ ટાઉન પર અનેકવાર ચર્ચાઓના વિષયમાં - At This Time

આલેલે વિકાસ થયું ગાંડો !! લાલપુર તાલુકા ગ્રામ પંચાયત ટોપ અપ ધ ટાઉન પર અનેકવાર ચર્ચાઓના વિષયમાં


આલેલે વિકાસ થયું ગાંડો !! લાલપુર તાલુકા ગ્રામ પંચાયત ટોપ અપ ધ ટાઉન પર અનેકવાર ચર્ચાઓના વિષયમાં

તાજેતરમાં જ લાલપુર તાલુકા સેવાદળના પ્રમુખ દાનિશભાઈ ડબગર દ્વારા લાલપુર ગ્રામ પંચાયત ને તેમના એરીયામા ચોમાસાના પાણીથી ભરેલા મસ મોટા ખાડા જેનાથી સ્થાનિક મતદાર પ્રજાજનો માં બીમારી ફેલાવવાનું સતત ભય રહે છે

તે બાબતે લાલપુર ગ્રામ પંચાયત માં જાણ કરવા છતાંયે કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા

લાલપુર સેવાદળ ના પ્રમુખ દાનિશભાઈ ડબગર દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવેલ

હજુ એ વાત લાલપુર તાલુકામાં ટોપ અપ ધ ટાઉન ચર્ચાનો વિષય બની ગયેલ હોય ત્યાં તો

લાલપુર ગ્રામ પંચાયતની પોલ ખોલતું બીજું કિસ્સો સામે આવ્યું

લાલપુર એસ.ટી. ડેપો વિસ્તાર ટ્રાફિક થી સજ્જ અને ધમધમ તું એરીયો ગણાય છે

ત્યાં પણ એક ભયજનક મસ મોટો ખાડો પડી ગયેલ હોય જે આપ તસવીરમાં જોઈ શકો છો પાછુ યે આ ખાડા નો ભોગ બનનાર પણ

લાલપુર તાલુકા સેવા દળના પ્રમુખ દાનિશ ભાઈ ડબગર નીજ

સીએનજી રીક્ષા ને બનવું પડ્યો છે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી

નવાઈની વાત તો એ છે કે આ ખાડા નું કામ લગભગ 15 થી 20 દિવસ જ થયા જેમનું કામ લાલપુર ગ્રામ પંચાયત દ્વારા કરાવેલ છે

તો શું ? આ એસ.ટી. ડેપો માં ચોમાસામાં પાણી ભરાઈ જતા તેમના નિકાલ બાબતે બનાવવામાં આવેલ ખાડામાં પણ કોઈ ભ્રષ્ટાચાર હશે ?

કે પછી લાલપુર ગ્રામ પંચાયત ની ઢીલી કામગીરી !! ક્યાંક ભૂગર્ભ ગટરો સફાઈ ઝુંબેશ તો ક્યાંક નવા બનાવવામાં આવેલ

રોડ રસ્તાઓ માં ભ્રષ્ટાચાર બાબતે સ્થાનિક મતદાર પ્રજાજનોમાં અનેક વાર સવાલો ઉઠતા જ હોય છે

તો શું ? ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી નિદ્રામાં પોઢેલ છે ? કે પછી

લાલપુર ગ્રામ પંચાયતમાં થતી ગેરરીતી ભ્રષ્ટાચાર બાબતે યોગ્ય તપાસ કરી

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન સ્વચ્છ રહો સુરક્ષિત રહો ના નારાઓ નો

યોગ્ય નિરાકરણ લાવવવામા આવસે ? કે પછી

સ્વચ્છતા અભિયાન ઝુંબેશ સ્વચ્છ રહો સુરક્ષિત રહો ના નારાઓ તો

માત્ર ને માત્ર કાગળ પર જ રહેશે ?

કે પછી

લાલપુર ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર થતું હોય તો તેમને અટકાવવા

ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ

યોગ્ય કાર્યવાહી કરવામાં

આવશે ? કે પછી

મતદાર પ્રજાજનોને વારંવાર થતી

મુશ્કેલીઓનો સામનો કરવો જ પડશે

તો અહીં સવાલ એ છે કે

શું ? વિકાસ !! ખરેખર

ગાંડો થયો છે ?

તેવું પણ લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.