રાજકોટના ગોલ્ડન પાર્કમાં 12 વર્ષથી રહેતા પરિવારને પડોશીઓનો ત્રાસ, માતા-પુત્રીને ઇજા થતાં સારવારમાં
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ રવિરત્ન પાર્ક મેઇન રોડ પર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતા અને હનુમાન મઢી પાસે ક્લિનિક ધરાવતા દાંતના ડોક્ટર વિરલભાઈ કારીયાના પત્ની ઉમંગબેન કારીયા (ઉ.વ. 48) અને તેમની તબીબી અભ્યાસ કરતી દીકરી ખુશી કારીયા (ઉ.વ. 22)ને સાંજે ઘર પાસે પડોશીઓએ ઢીકા-પાટુનો માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના CCTV પણ સામે આવ્યા છે. જેથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.