વ્રજમાં વિધવા માતાઓની હોળી:ગોપીનાથ મંદિરમાં 1000 મહિલાઓએ ફૂલ-ગુલાલ ઉડાવ્યા, વિદેશી મહિલાઓ પણ સાથે ઝૂમી - At This Time

વ્રજમાં વિધવા માતાઓની હોળી:ગોપીનાથ મંદિરમાં 1000 મહિલાઓએ ફૂલ-ગુલાલ ઉડાવ્યા, વિદેશી મહિલાઓ પણ સાથે ઝૂમી


આજે વિધવા માતાઓ વૃંદાવનના ગોપીનાથ મંદિરમાં ફૂલો અને ગુલાલથી હોળી રમી રહી છે. આમાં ભાગ લેવા માટે ભારતીય અને વિદેશી મહિલાઓ પણ પહોંચી છે. ગોપીનાથ મંદિર પરિસરમાં ગુલાલ અને ફૂલોનો એટલો બધો વરસાદ થયો કે ફ્લોર પર ગુલાલ અને ફૂલોની પથારી બની ગઈ છે. માતાઓ સાથે વિદેશી મહિલાઓએ પણ નૃત્ય કર્યું. ગોપીનાથ મંદિરમાં મ્યૂઝિક પર વાગતા હોળીના ભજન, હવામાં ઉડતા ગુલાલ-ફૂલ અને નાચતી-ગાતી વિધવા અને નિરાધાર માતાઓ... આ આયોજન સામાજિક સંસ્થા સુલભ ઇન્ટરનેશનલે કર્યું. સંસ્થાએ નિરાશ થયેલી વિધવા માતાઓના જીવનમાં રંગ લાવવા માટે આ ખાસ હોળીનું આયોજન કર્યું છે. 3 તસવીર... પળેપળની અપડેટ માટે નીચે આપેલા બ્લોગ પર એક નજર નાખો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image