રામાનંદાચાર્ય પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડીયા ની ઉજવણી કરવામાં આવી - At This Time

રામાનંદાચાર્ય પ્રાથમિક શાળામાં સ્વચ્છતા પખવાડીયા ની ઉજવણી કરવામાં આવી


બોટાદ:- 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ, સમજ કેળવાય અને નાનપણથી જ સ્વચ્છતા વિષયક સુટેવનો બાળકોમાં વિકાસ થાય તે માટે સ્વચ્છતા પખવાડીયા નું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે બોટાદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રામાનંદાચાર્ય પ્રાથમિક શાળામાં આ પંદર દિવસ દરમિયાન સ્વચ્છતા વિષયક વિવિધ પ્રવૃતિઓ જેવી કે હેન્ડવાસ, સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત રેલી આજુબાજુના જાહેર સ્થળોની સફાઈ, નો પ્લાસ્ટિક ઝુંબેશ, સ્વચ્છતા ની સુટેવો ના વિકાસ વિશે વાત કરવામાં આવેલી. આ ઉપરાંત સ્વચ્છતા ઉપર ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.