89 માંગરોળ – માળીયા હાટીના વિધાન સભા બેઠક પર ભાજપના 3 સંભવિત ઉમેદવારોના નામો ખૂબ ચર્ચામાં
89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો સૂત્રો અહેવાલ મુજબ 1 જુનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણ ભાઈ યાદવ, 2 માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, 3 જેઠાભાઇ ચુડાસમા , આમ કુલ 3 પ્રબળ સંભવીત નામો પર ચર્ચા ચાલી રહયા છે
હાલ વાત કરવામાં આવે તો 89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠક માં માળીયા હાટીના તાલુકાના કુલ 68 ગામડાઓ આવે છે અને માંગરોળ શહેર અને માંગરોળના કુલ16 ગામડાઓ આવે છે તેથી માળીયા હાટીના તાલુકાના સૌથી વધુ મતદારો છે આવખતે 89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં આવખતે આ બેઠક ભાજપ ને જીતવા માટે માળીયા હાટીના વિસ્તાર માંથી ઇતર સમાજ ને ટીકીટ આપવામાં આવશે તો આ બેઠક ભાજપને જીતવા માટે આસન રહેશે,
89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠકના કોળી સમાજના આગેવાન અને
ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તેમજ જૂનાગઢ જીલ્લા ના સંસદ રાજેશ ચુડાસમા પ્રતિનિધિ ધરાવે છે ત્યારે આ વખતે માળીયા હાટીના વિસ્તાર માંથી ઇતર સમાજને ટીકીટ મળે તોજ આબેઠક જીતી શકે તેવું રાજકીય પંડિતોનું માનવું છે
હાલ 89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠક માં અને સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં વિધાનસભા અને નગર પાલિકા કોંગ્રેસની છે ગત 89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં કોંગ્રેસ માંથી બાબુભાઇ વાજા અને ભાજપ માંથી ભગવાનજી ભાઈ કરગઠિયા ચૂંટણી લડ્યા હતા પરંતુ માળીયા હાટીના માંથી સ્થાનિક ઉમેદવારને ભાજપ દ્વારા ટીકીટ ન આપતા ભાજપ માંથી ભગવાનજી ભાઈ કરગઠિયા કારમી હારનો સામનો કરવો પડ્યો હતો
આગામી દિવસોમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉમેદવાર નુંનામ જાહેર કરવામાં જરાકેય ભૂલ કરશેતો 89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠકના ભાજપને સીટ ગુમાવાનો વારો આવશે અને બીજી સીટો પર ભાજપનું ગણિત બગડશે તેવું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે
આથી 89 માંગરોળ - માળીયા હાટીના વિધાન સભા બેઠકમાં ભાજપને જીતવા માળીયા હાટીના સ્થાનીક ઉમેદવારને ટીકીટ આપશે તોજ આ બેઠક ભાજપ જીતશે તેવું રાજકીય પંડિતોનું ગણિત સામે આવતા રાજકીય માહોલ માં ખળ ભળાટ મચી ગયો છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.