ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે સમસ્ત બોડીદર ગામ આયોજિત તેમજ સેવા મંડળ અને ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહની ધામધૂમ ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bymgycs6bzh7ndtv/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે સમસ્ત બોડીદર ગામ આયોજિત તેમજ સેવા મંડળ અને ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહની ધામધૂમ ઉજવણી


તા:4 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે સમસ્ત બોડીદર ગામ આયોજિત તેમજ સેવા મંડળ અને ગોપી મંડળ દ્વારા ભવ્ય તુલસી વિવાહની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોડીદર ગામનાં આગેવાનોની પણ હાજરી જોવા મળી હતી અને વધુ સંખ્યામાં ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહ નું આયોજન કરીને આ આયોજિત કાર્યક્રમમાં મહિલાઓની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી અને બોડીદર ગામનાં દરેક સમાજનાં વડીલો આઞેવાનો તેમજ યુવાનો બહોળી સંખ્યામાં હાજરી જોવાં મળી હતી આ પહેલા પણ શ્રી રામજી મંદિર સેવા મંડળ દ્વારા પ્રાણ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂરેપૂરી સફળતા અને ગામનો સહકાર મળતાં આજે આ તુલસી વિવાહમાં પણ બહોળી સંખ્યામાં ગામનો સહકાર મળતાં તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો

જેમાં દેવ ઊઠી એકાદશીનાં દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડીદર ગામનું સેવા મંડળ અને ગોપી મંડળ દ્વારા તનતોડ મહેનત કરીને લગ્ન નિર્ધાર્યા હતાં જેમાં તા:3ના રોજ ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણનાં થંભ પૂંજા મીંઢોળ વિધિ કરીને શ્રી રાયસીંગભાઇ વજુભાઈ વાઢેળનાં ઘરે ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણનાં થંભ રોપણ કર્યો હતો ત્યારબાદ તુલસી માતાનાં થંભ રોપણ શ્રી ભાવસિંગભાઈ રાયમલભાઈ મોરી એક દીકરી તરીકે જેમનાં મંગલ વિવાહનું આયોજન હોય એવું તુલસી વિવાહનું આયોજન કરીને તુલસી માતાનાં થંભ મીંઢોળ કરવામાં આવ્યાં હતાં ત્યારબાદ તા:3નાં રોજ રાત્રે વર પક્ષ તરફથી શ્રી રાયસીંગભાઇ વજુભાઈ વાઢેળનાં ઘરેથી ઠાકોરજી શ્રી કૃષ્ણ ભગવાનનો વાજતે ગાજતે ડીજેના તાલે ભગવાન શ્રી કૃષ્ણનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો આ વરઘોડો બોડીદર ગામની ગલીએ ગલીએ ફરતો જોવાં મળ્યો હતો

જેમનાં બીજા દિવસે એટલે કે તા:4નાં રોજ બોડીદર ગામમાં ખોડીયાર માતાજીનાં ગઢમાં સમસ્ત બોડીદર ગામ સેવા મંડળ અને ગોપી મંડળ દ્વારા આયોજિત તુલસી વિવાહનું જે આયોજન કરવામાં આવ્યું હતું. એમનાં અનુસંધાને ખોડીયાર માતાજીનાં ગઢમાં સમસ્ત બોડીદર ગામ સમૂહમાં ઠાકોરજી અને માતા તુલસીને ચાર ફેરા ફેરવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડીયાર માતાજીનાં ગઢમાં સાંજના 5 કલાકથી 8 કલાક સુધી સતત ભોજનાલયમાં પ્રસાદ રૂપે 5,000 લોકોએ પ્રસાદી લીધી હતી અને રાત્રે 9 કલાકથી રાત્રિનાં 12 સુધી દેવ ઉઠી એકાદશીની રાત્રે માતા તુલસી અને ઠાકોરજી શ્રીકૃષ્ણ ભગવાનને ચાર ફેરા પૂર્ણ કરીને તુલસી વિવાહ અને ઠાકોરજી શ્રીકૃષ્ણ ભગવાનનાં મંગલ ફેરા ફેરવીને તુલસી વિવાહનું આયોજન ધામધૂમથી પુર્ણ કરવામાં કરવામાં આવ્યું હતું

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીરગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]