સથરા ગામના શખ્સે સગીરા પર દુષ્કર્મ કર્યું, કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
(રિપોર્ટ:અબ્બાસ અલી રવજાણી)
મહુવા તાલુકાના સથરા ગામમાં રહેતા બુધાભાઈ ઉર્ફે હકાભાઈ ભીલ નામના આરોપીએ લગભગ અઢી વર્ષ પહેલાં 16 વર્ષની સગીરા સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી સગીરાને અમદાવાદ લઇ જઈ ત્યાં પણ તેની હવસનો ભોગ બનાવતો રહ્યો. સમગ્ર ઘટના અંગે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની તીવ્ર દલીલોને ધ્યાને લઇને મહુવા કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે તેમજ પીડિતાને રૂ. 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
