રાણપુરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા
રાણપુરમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરા
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે તેમની કર્મભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આયુષ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પરમાર, રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ સોલંકી, પિનાકીભાઈ મેઘાણી સહિત અધિકારીઓ- પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ વેળાએ ગાયક કલાકાર અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણીની કૃતિ “કસુંબીનો રંગ”ની પંક્તિઓ ગાઈને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.