મહીસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમીતિની બેઠક કલેકટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
બેઠકના પ્રથમ તબક્કામાં બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ અને લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ દ્વારા શાળાના ઓરડાની અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેને સબંધિત અધિકારીઓ કામ ત્વરીત પૂર્ણ કરવા કલેકટરશ્રીએ સૂચન કર્યુ હતું. જયારે દ્રિતિય તબક્કામાં વિવિધ યોજનાકીય લક્ષ્યાંકો અને તેની સિધ્ધિ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની યોજનાનો લાભ દરેક વ્યક્તિને મળી રહે તે માટે દરેક વિભાગ મિશન મોડમાં કામગીરી કરી સમયમર્યાદામાં વિવિધ લક્ષ્યાંકો પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાથે પ્રજાહિતલક્ષી યોજનાને અગ્રતા આપી એક પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહી જાય તે માટે અધિકારીશ્રીઓને સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ,પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીશ્રીઑ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
