અવસર લોકશાહીનો... મારો મત, મારું ભવિષ્ય: બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં - At This Time

અવસર લોકશાહીનો… મારો મત, મારું ભવિષ્ય: બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં


આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વીપ પ્રવૃતિ અંતર્ગત બોટાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં મતદાનનું મહત્વ, નૈતિક ફરજ, વોટર હેલ્પલાઇન નંબર તેમજ ઈ.વી.એમ નિદર્શન દ્વારા મતદાન અંગે સવિશેષ માહિતી આપી તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, મતદારોમાં મતદાન માટે જાગૃતિ કેળવાય તથા કોઇપણ મતદાતા મતદાનથી વંચિત ન રહે અને ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી લોકશાહીનાં મહાપર્વની ઉજવણી કરવા પ્રેરાય તે માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.