રાજકોટના પોશ રોડ પર બે શખસ જાહેરમાં દારૂ પીતા, વીડિયો રેકોર્ડિંગ કરનાર દુકાનદાર પર છરીથી હુમલો, ઘટના CCTVમાં કેદ - At This Time

રાજકોટના પોશ રોડ પર બે શખસ જાહેરમાં દારૂ પીતા, વીડિયો રેકોર્ડિંગ કરનાર દુકાનદાર પર છરીથી હુમલો, ઘટના CCTVમાં કેદ


રાજકોટ શહેરમાં વધુ એક વખત આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર સમા યાજ્ઞિક રોડ પર જાગનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં બે શખસો દારૂ પિતા હતા અને ગાળો બોલતા હતા. જે જોતા સામે જ દુકાન ધરાવતા વેપારીએ તેમનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેતા બન્ને શખ્સો ઉશ્કેરાઇને વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકો તેમને છોડાવી પોલીસને જાણ કરતા બન્ને શખસ નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે IPC કલમ 324, 323, 504, 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.