ઇડર કબ્રસ્તાન ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ - At This Time

ઇડર કબ્રસ્તાન ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ


ઇડર કબ્રસ્તાન ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ . એલ.સી.બી. શ્રી એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા હે.કો. સનતકુમાર , તથા પો.કો. અમરતભાઇ , પ્રહર્ષકુમાર , વિજયકુમાર , અનિરૂધ્ધસિંહ , તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ બનાવેલ . તા .૨૭ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ઇડર ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ઇડર ભીલોડા ચાર રસ્તા પાસે આવતાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ જણાતાં સાથેના આ.હે.કો. સનતકુમાર તથા આ.પો.કો. વિજયકુમાર નાઓએ ઇડર એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૨૧૦૯/૨૦૨૨ ઇપીકો કલમ ૪૪૭ , ૩૭૯ મુજબના ગુન્હાના કામે ઇડર કબ્રસ્તાનની દાન પેટી ચોરી કરી દાન પેટીમાંથી રોકડ રકમ ચોરીના ગુન્હા વાળી જગ્યાની આસપાસના સી.સી.ટી.વી. ફૂટેઝ ચેક કરેલ તેમાં શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળેલ તે ઇસમ કે જેની બાબતે તેઓએ બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે , સદર ચોરી વડીયાવીર ગામના સદર ઇસમ મહેશભાઇ ભીખાભાઇ હરીભાઇ રાવત નાઓએ કરેલ છે અને સદર સી.સી.ટી.વી. ફૂટેઝમાં દેખાતો ઇસમ મહેશભાઇ ભીખાભાઇ રાવત હોય સદર ઇડર ભીલોડા ચાર રસ્તા પાસે મળી આવેલ શંકાસ્પદ ઇસમનું નામ પુછતાં પોતાનુ નામ મહેશભાઇ સ / ઓ ભીખાભાઇ હરીભાઇ જાતે.રાવત ઉ.વ .૪૧ , ધંધો . છૂટક મજૂરી રહે.વડીયાવીર , સોલંકી વાસ , તા.ઇડર , જી.સાબરકાંઠા નો હોવાનુ જણાવતાં સદર ઇસમની પુછપરછ કરતાં જણાવેલ કે , હું ઇડર ગાંધી વાડી કબ્રસ્તાનની સામે આજથી પંદરેક દિવસ પહેલા ચાર દિવસ માટે કડીયાકામની મજૂરી માટે આવેલ અને એક દિવસ ઇડર અંબે માતાના મંદિરમાં સફાઇ કામ માટે આવેલ અને મારે રૂપીયાની જરૂરત હોય ચોરી કરવાનું વિચારી આજથી બારેક દિવસ પહેલા રાતના સમયે ઇડર કબ્રસ્તાનની દાન પેટી ચોરી કરી દાન પેટીમાંથી રોકડ રકમ કાઢી દાન પેટી કબ્રસ્તાનની પાસે આવેલ રામવેદપીર મંદિર પાસે ફેંકી દીધેલ જે રોકડ રકમ વપરાઇ ગયેલ છે . તેવું જણાવતો હોય સદર મહેશભાઇ સ / ઓ ભીખાભાઇ હરીભાઈ જાતે.રાવત રહે.વડીયાવીર , સોલંકી વાસ , તા.ઇડર , જી.સાબરકાંઠા નાને ઇડર એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૦૨૨૧૦૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૪૭ , ૩૭૯ મુજબના કામે અટક કરવા સારૂ સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( એ ) , મુજબ તા .૨૭ / ૦૯ / ૨૦૨૨ ના ક .૨૨ / ૨૦ વાગે અટક કરી વધુ તપાસ અર્થે ઇડર પો.સ્ટે . સોંપેલ

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.