લીલીયા ના વેપારી ઓ ગટર મુદ્દે ઢોલ લઈ ને તાલુકા પંચાયત કચેરી એ પહોંચ્યા - At This Time

લીલીયા ના વેપારી ઓ ગટર મુદ્દે ઢોલ લઈ ને તાલુકા પંચાયત કચેરી એ પહોંચ્યા


લીલીયા મોટા ના વેપારી ઓનો અલગ રીતે ગટર બાબતે વિરોધ દર્શાવાયો આજ રોજ 18/10/22 ના રોજ લીલીયા ના વેપારી ઓ સુતેલા તંત્ર ને જગાડવા માટે અલગ જ અંદાઝ માં વિરોધ કરવા માં આવ્યો જેમાં ઢોલ વગાડી ને લીલીયા ની મેઈન બજાર તેમજ નાવલી બજાર માં રેલી સ્વરૂપે તમામ નાના મોટા વેપારી ઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી એ જઈ ને તાલુકા વિકાસ અધિકારી હેતલ બેન કટારા ને મૌખિક રજુઆત કરવા માં આવેલ જેમાં જણાવવા માં આવેલ કે અનેક વખત લેખિત રજૂઆતો કરી સાંસદ ને રજુઆત કરી એ સમય ન ધારાસભ્ય અને કૃષિ મિનિસ્ટર વી.વી.વઘાસિયા અને હાલ ના ધારાસભ્ય પ્રતાપ દુધાત ને પણ રજુઆત કરેલ હોય તેમ સતા અમારા આ પ્રશ્ન નો હલ આજ દિવસ સુધી આવેલ નથી વેપારી દ્વારા જણાવવા માં આવેલ કે જો અમને ન્યાય નહિ મળે તો ચૂંટણી સમયે નોટા માં મતદાન કરશું અને અમારો વિરોધ ઠાલવશું તેવું લિલિયા ના વેપારી દ્વારા કહેવા માં આવેલ તાલુકા વિકાસ અધિકારી હેતલ બેન ને રજુઆત કરાઈ કે આપ અધિકારી ના માધ્યમ થી અમોને બનતી મદદ કરો એવી રજુઆત વેપારી ઓ દ્વારા કરવા માં આવતા લીલીયા તાલુકા વિકાસ અધિકારી એ ત્વરિત એમના માધ્યમ થી પ્રયત્નો કરી અને આવતી કાલ સુધી માં મોટું જેટિંગ મશીન મળી રહે તેવી હેતલ બેન કટારા દ્વારા વેપારી ઓને આશ્વાસન આપવા માં આવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.