ડોક્ટર પુત્ર સોફટ ટાર્ગેટ હોવાની ‘ટીપ’ તેના કાકાના મદદનીશ કેવલે આપી હતી : ૮૦ લાખ ખંડણી માંગી’તીઃ પાંચ ઝડપાયા
નિર્મલા કોન્વેન્ટ નજીકની નાગરીક બેંક સોસાયટીમાંથી પરમ દિવસે રાત્રે તબીબ પુત્રના અપહરણની નિષ્ફળ કોશીષના કારસાનો પર્દાફાશ : રાજકોટનો કેવલ, પાટડી પંથકના સંજય ઠાકોર, મેઘરજનો જયદિપસિંહ રાઠોડ તેનો મિત્ર સુરેશસિંહ, સુરેશનો પિત્રાઇ સંજય ઠાકોર અને ચિરાગ ઠાકોર સહિત સાતની ટોળકીની સંડોવણીઃ જયપાલસિંહ અને તેના મિત્ર સુરેશ સિંહની શોધખોળઃ બે બોગસ સિમકાર્ડ ચિરાગ ઠાકોરે કઢાવી આપ્યા હતાઃ પ્લાન નિષ્ફળ થયા બાદ લીંબડી નજીક પહોંચી ડો. જીજ્ઞેશભાઇને ફોન કરી ખંડણી મુંબઇ પાસે ચુકવી આપવા જણાવેલઃ ખંડણી નહીં ચુકવાય તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી : ખંડણીની રકમનો ૫૦ ટકા હિસ્સો કેવલ અને સંજયને જ્યારે બાકીના તમામને ૫૦ ટકા સરખે ભાગે વહેચવાનો હતોઃ કેવલને પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોઇ પૈસાની જરૂર હતી
અપહરણની નિષ્ફળ કોશીષના કારસાની સમગ્ર હકિકતો માધ્યમો સમક્ષ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલે આપી ત્યારની તસ્વીરમાં પીઆઇ જે.વી.ધોળા, એસીપી ડી.વી.બસીયા, પીઆઇ વાય.બી.જાડેજા અને પીએસઆઇ એમ.જે.હુણ સહીતનો પોલીસ સ્ટાફ નજરે પડે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.