વિશ્વ શાંતિ માટે યુદ્ધવિરામ અને અહિંસક વિચારધારા જરૂરી : આચાર્ય લોકેશજી નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપવું આપણું કર્તવ્ય : સ્વામી રામદેવજી શાંતિ સ્થાપવા માટે સહિષ્ણુભાવ આવશ્યક : શ્રી શ્રી રવિશંકરજી વિશ્વ શાંતિ, ન્યાય અને સદભાવના માટે આંતર્ધર્મીય સંવાદની જરૂર : યુએઈના મંત્રીશ્રી - At This Time

વિશ્વ શાંતિ માટે યુદ્ધવિરામ અને અહિંસક વિચારધારા જરૂરી : આચાર્ય લોકેશજી નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપવું આપણું કર્તવ્ય : સ્વામી રામદેવજી શાંતિ સ્થાપવા માટે સહિષ્ણુભાવ આવશ્યક : શ્રી શ્રી રવિશંકરજી વિશ્વ શાંતિ, ન્યાય અને સદભાવના માટે આંતર્ધર્મીય સંવાદની જરૂર : યુએઈના મંત્રીશ્રી


વિશ્વ શાંતિ માટે યુદ્ધવિરામ અને અહિંસક વિચારધારા જરૂરી : આચાર્ય લોકેશજી

નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપવું આપણું કર્તવ્ય : સ્વામી રામદેવજી

શાંતિ સ્થાપવા માટે સહિષ્ણુભાવ આવશ્યક : શ્રી શ્રી રવિશંકરજી

વિશ્વ શાંતિ, ન્યાય અને સદભાવના માટે આંતર્ધર્મીય સંવાદની જરૂર : યુએઈના મંત્રીશ્રી

વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પતંજલિ યોગપીઠના સ્થાપક સ્વામી રામદેવજી, આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી, યુએઈ સરકારના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન, યુએઈ સંસદસભ્ય ડો. અલિ રશિદ, આયોજક ડો. ખોરાકીવાલા, ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ બિક્રમસિંહ સહિત વિશ્વ શાંતિ પુરસ્કારથી સન્માનિત અનેક વિખ્યાત હસ્તીઓએ દુબઈમાં આયોજિત દ્વિદિવસીય વિશ્વ શાંતિ શિખર સંમેલનમાં ભાગ લીધો અને સંબોધન કર્યું હતું .
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ ‘આસ્થા એક સેતુ : શું ધર્મ અને આધ્યાત્મિકતા વિભાજિત વિશ્વને એક કરી શકે?’ વિષયક વિશેષ સત્રમાં જણાવ્યું કે ધર્મ જોડવાનો માર્ગ છે, અલગ કરવાનો નહિ. ધર્મના માર્ગે હિંસા અને ઘૃણાને સ્થાન નથી. તેમણે કહ્યું કે આજની વૈશ્વિક પરિસ્થિતિમાં યુદ્ધવિરામ અવશ્યક છે, જો આપણે શાંતિ સ્થાપવી હોય તો.સ્વામી રામદેવજીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ધર્મ અને આસ્થા લોકો વચ્ચે એકતાનો પાયો છે. તે નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપે છે. શ્રી શ્રી રવિશંકરજીએ ઑનલાઇન સંબોધનમાં જણાવ્યું કે ધર્મ આપણને અન્ય લોકો પ્રત્યે સહિષ્ણુ અને પ્રેમભાવથી વર્તવાની પ્રેરણા આપે છે, જે સમાજમાં એકતા અને શાંતિ સ્થાપિત કરે છે. યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનએ જણાવ્યું કે ન્યાય અને પ્રેમ દ્વારા જ સમાજનો સંતુલિત વિકાસ અને શાંતિ શક્ય છે. વિદેશ અને રક્ષા સંબંધિત સંસદીય સમિતિના અધ્યક્ષ ડો. અલી રશિદ અલ નુએમીએ કહ્યું કે વિશ્વ શાંતિ માટે વિવિધ ધર્મો વચ્ચે સંવાદ જરૂરી છે. સમગ્ર વિશ્વમાં અનેક સંસ્થાઓ વિવિધ સમુદાયો વચ્ચે શાંતિ, ન્યાય અને સદભાવના સ્થાપવા માટે પ્રયત્નશીલ છે.
આંતરરાષ્ટ્રીય શાંતિ, ન્યાય અને પ્રેમ માટે યોજાયેલા શિખર સંમેલનના આયોજક ડૉ. હુઝૈફા ખોરાકીવાલાએ જણાવ્યું કે આ મહાસંમેલનમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પૂર્વ તિમોરના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ હોર્ટા, મોરિશિયસની પૂર્વ રાષ્ટ્રપતિ અમિના ગુરીબ-ફકીમ, લાઇબેરિયાના રાષ્ટ્રપતિ જૉસેફ બોકાઈ, મુસ્લિમ કાઉન્સિલ ઓફ એલ્ડર્સના મહાસચિવ અને મિસ્ત્રના ન્યાયમૂર્તિ મહમ્મદ અબ્દ-સલામ, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓના વિશ્વ શિખર સંમેલનના સ્થાયી સચિવાલયના અધ્યક્ષ એકાતેરિના ઝગ્લાદિના, બ્રહ્મવિહારી સ્વામીજી, ગ્લોબલ ઇમામ કાઉન્સિલના વાઈસ પ્રેસિડન્ટ તથા સિનિયર ઇમામ સમિતિના ચેરમેન ઇમામ મોહમ્મદ તાહિદી, ફાધર ડૉ. રોબી કન્નાંચિરા, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી નાદિર ગોદરેજ અને એમઆઈટિ વિશ્વ શાંતિ યુનિવર્સિટી, પુણેના કાર્યકારી અધ્યક્ષ ડૉ. રાહુલ વિશ્વનાથ કરાડ સહિત અનેક વિખ્યાત હસ્તીઓએ ભાગ લઈ, વિશ્વમાં શાંતિ, ન્યાય અને સદભાવના માટે વિચારો વ્યક્ત કર્યા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image