નેત્રંગ તાલુકાના મોરીયાણા પ્રાથમિક શાળાના બાળકો સાથે ફાઈલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત જનજાગૃતી રેલી યોજાઇ. - At This Time

નેત્રંગ તાલુકાના મોરીયાણા પ્રાથમિક શાળાના બાળકો સાથે ફાઈલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત જનજાગૃતી રેલી યોજાઇ.


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
એટ ધીસ ટાઇમ સમાચાર

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરીયાણા ખાતે આવેલ પ્રાથમિક શાળાના બાળકો અને આરોગ્ય વિભાગ દ્વારા જન જાગૃતિ અંગે ઢોલના તાલે જનજાગૃતી રેલી યોજવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા પાસે થી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવ્યો છે. જે કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા વિસ્તારમાં આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન નેત્રંગ તાલુકાની કુલ ૧,૦૭,૩૧૭ જેટલી વસ્તીને આવરી લઈ આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણના યોજાનાર છે. તેમજ નેત્રંગ તાલુકામાં ૯૨ જેટલી ટીમ હાઉસ ટુ હાઉસ ફરી જ્યાં ઉંમર પ્રમાણે નિયત ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓની રૂબરુમાં ગળાવવામાં આવશે. નેત્રંગ તાલુકાની ૧૫૦ આંગણવાડીના બાળકો, ૧૩૭ શાળાઓ તેમજ ૧ કોલેજના વિદ્યાર્થીઓને પણ આવરી લેવામાં આવનાર છે.

ત્યારે નેત્રંગ તાલુકાના મોરીયાણા ખાતે મોરીયાણા પ્રાથિમક શાળા થી મોરીયાણા ગ્રામ પંચાયત કચેરી સુધી ઢોલના તાલે ફાઈલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત જનજાગૃતી રેલી યોજાઇ જેમાં મોરીયાણા મેડિકલ ઓફિસર ડૉ.હિમાંશુ વસાવા અને મોરીયાણા પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય દીવાનજી વલવી અને ગ્રામજનો, વિધાર્થીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image