BRTSના 19 બસ સ્ટોપ પર પ્રથમ વખત મુસાફરો માટે કૂલર મૂકાયા
રાજકોટમાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગઇકાલે તો સમગ્ર ગુજરાતમાં રાજકોટ 4પ.ર ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બની ગયું હતું ત્યારે મહાપાલિકાએ ગરમીમાં લોકોને રક્ષણ આપવા માટેનું વધુ એક કદમ ઉઠાવ્યું છે. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે છાંયડો, પાણી, બાંકડાની વ્યવસ્થા બાદ સ્ટે.કમીટી ચેરમેન જયમીન ઠાકરે 1પ0 ફુટ રીંગ રોડના બીઆરટીએસ ટે્રક રૂટ પર થતી અગનવર્ષાથી લોકોને થોડી રાહત મળે તે માટે અનોખો અને માનવીય અભિગમ અપનાવ્યો છે. જેમાં પ્રથમ વખત તમામ 19 બસ સ્ટોપ પર ઠંડા કુલર મૂકવામાં આવ્યા છે.
બસના વેઇટીંગમાં રહેતા લોકોને શેલ્ટરમાં બફારો અને આકરો તાપ સહન ન કરવો પડે તે માટે ગઇકાલે સાંજે તમામ બસ સ્ટોપ પર બે-બે કુલર મૂકાવ્યા છે જેનો વિદ્યાર્થી, વડીલો, મહિલાઓ સહિત દૈનિક ર1 હજાર જેટલા લોકોને લાભ થાય તેમ છે. આજે આ તમામ બસ સ્ટોપ પર મુસાફરોેને રાહતનો અનુભવ થયો હતો.
એ.સી. ઇલેક્ટ્રીક બસમાં મુસાફરી દરમ્યાન ગરમીથી રાહત વચ્ચે બી.આર.ટી.એસ. ટ્રેક પર બસ આવવાની રાહ જોઇ રહેલ તમામ મુસાફરોને હાલની હિટવેવ જેવી પરિસ્થિતિમાં ગરમીથી રક્ષણ મળી રહે તેવાઆશયથી સ્ટે.કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે તમામ 19 બી.આર.ટી.એસ. શેલ્ટર (બસ સ્ટોપ) ખાતે બે-બે મળી કુલ 38 કુલરની વ્યવસ્થા તાત્કાલિક કરાવી, ફરી એક વખત તેમની નાગરિકો પ્રત્યેની સંવેદનશિલતા સાથે ત્વરિત નિર્ણયશક્તિનો પરિચય કરાવેલ છે.
મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બી.આર.ટી.એસ. બસ સર્વિસનુ સંચાલન કરીને શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. શહેરી વિસ્તારમાં સીટી બસ સેવા સાથે કનેક્ટીવીટીની સુવિધા પુરી પાડવા માટે બી.આર.ટી.એસ. બસ સેવા અંતર્ગત મુખ્ય માર્ગો સાથે કનેક્ટીવીટી માટે શહેરના 150 રીંગ રોડ પર બી.આર.ટી.એસ. (બસ રેપીડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ) માધાપર ચોકડીથી શરૂ કરી ગોંડલ રોડ ચોકડી સુધી બી.આર.ટી.એસ. બસોને દોડવા માટે રોડની વચ્ચે ખાસ ટ્રેક બનાવેલ છે.
આર.આર.એલ. તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આ ટ્રેક પર ચાલતી બસો મારફત મુસાફરી કરતા પ્રતિદિવસ 21,000 થી પણ વધુ નાગરિકો આ પરિવહન સેવાનો લાભ મેળવી રહ્યા છે, જેમાં વરિષ્ઠ નાગરીકો, વિદ્યાર્થીઓ, શ્રમિકો સહિતના નાગરિકોનો સમાવેશ થાય છે. આબાલવૃધ્ધો દ્વારા આ બહોળી સંખ્યામાં થતા ઉપયોગને અનુલક્ષીને કુલ 28 ઇલેક્ટ્રીક બસો દ્વારા દૈનિક કુલ 441 ટ્રીપ કરવામાં આવી રહી છે.
અલગ-અલગ વિસ્તારમાંથી આવતા જતાં નાગરિકોની સુવિધા માટે ગોંડલ ચોકડીથી શરૂ થઇ માધાપર ચોકડી સુધીના આશરે 11 કિ.મી. લંબાઇ ધરાવતા બી.આર.ટી.એસ. ટ્રેક પર મુખ્ય ચોકથી નજીકમાં જુદા-જુદા કુલ 19 પીક-અપ અને ડ્રોપ પોઇન્ટ તરીકે સ્ટોપેજ માટે તેમજ નાગરિકોને બેસવા માટે વેઇટીંગ એરીયા તથા ટીકેટીંગ વિન્ડો સાથે કુલ 19 બી.આર.ટી.એસ. શેલ્ટર આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
