વિછીયા તાલુકામાં થોરીયાળી ગામે ખેતરમાં લાગી આગ : આગમાં બે ગાયના મોત નિપજ્યા - At This Time

વિછીયા તાલુકામાં થોરીયાળી ગામે ખેતરમાં લાગી આગ : આગમાં બે ગાયના મોત નિપજ્યા


વીંછીયા તાલુકાના થોરિયાળી ગામના ભરતભાઈ જાદવભાઈ ડેરવાળીયાના ખેડૂતના ખેતરમાં ભીંસણ આગ લાગી જેમાં ખેતરમાં આગ લાગવાના કારણે બે ગાય બળીને ભડથું થતા 2 ગાયના મોત થયા છે. ખેડૂતના ખેતરમાં જ્યાં પશુઓ રાખવામાં આવે તે જગ્યાએ જ લાગી આગ અને બપોરના 1થી 2 વાગ્યા ની આસપાસ આગ લાગી અને બીજા ખેડૂતે આગ લાગેલી જોઈ જતા ખેતર માલિકને ફોન કર્યો હતો. આજુબાજુ વાળા ખેડૂતો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણી ના ટેન્કર થી માંડ માંડ આગ કાબુમાં આવી. ત્રણ થી વધારે પશુઓ આગ થી દાજી ગયા અને તાત્કાલીક પશુ ડૉકટર બોલાવવામાં આવ્યા. પશુઓ માટે ખાવાનો ઘાસ સારો પણ બળીને ખાખ થઈ ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.