ધંધુકા ખાતે CGMS પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ: વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે નોટબુક ભેટ આપવામાં આવી - At This Time

ધંધુકા ખાતે CGMS પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ: વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે નોટબુક ભેટ આપવામાં આવી


ધંધુકા ખાતે CGMS પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ: વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે નોટબુક ભેટ આપવામાં આવી

આજ રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત CGMS પરીક્ષા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની મોડર્ન હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. ધોરણ 8માંથી ધોરણ 9માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

આ પ્રસંગે ધંધુકા તાલુકા મુસ્લિમ કેળવણી મંડળના પ્રમુખ હબીબભાઈ મોદન, સેક્રેટરી કરીમભાઈ મહીડા, શાળાના ઇન્ચાર્જ આચાર્ય ગનીભાઈ મારું તથા એન્જિનિયર અતુલભાઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને ભાવિ અભ્યાસ માટે હર્ષોઉલ્લાસ સાથે પ્રેરણા આપી.

વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે તેમનો સન્માન પણ કરવામાં આવ્યો અને તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા રૂપે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું આયોજન સરળ અને સચોટ રીતે કરવામાં આવ્યું હતું.

આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને નવી ઊંચાઈઓ તરફ આગળ વધવા માટે ઉત્સાહ અને પ્રેરણા મળે છે, તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image