બોટાદના ખોડીયારનગર ૧ માં ખુલ્લા પ્લોટમાં કડબના જથ્થામાં ભિષણ આગ 400 મણ સૂકી નિરણ બળીને રાખ
પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
જાણવા મળતી માહિતી મુજબ બોટાદ શહેર ના ખોડીયાર નગર ૧ રામદેવપીર ના મંદિર પાસે મુન્નાભાઈ સિધવના ખુલ્લા પ્લોટમાં અંદાજિત 400 મણ જેટલી સૂકી નિરણ મુકવામાં આવી હતી રવિવારને સાંજે 4 કલાકની આસપાસ અગમ્ય કારણોસર એકા એક આગ લાગતા ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા રહીશો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી આગ ના કારણે અંદાજિત 1,50,000 નું નુકશાન થવા પામ્યું હતું જ્યા આગ લાગી હતી તેની બાજુમાં ચંદ્રશેખર આઝાદ પ્રાથમિક સ્કૂલ આવેલ હતી આજ રોજ રવિવાર હોવાથી સ્કુલ માં રજા હોવાથી વિદ્યાર્થીઓ હાજર ન હતા ચાલુ દિવસ માં આગ લાગી હોત તો શુ થાત? જયારે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.