બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ
બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.જિલ્લા કલેક્ટરએ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે,બોટાદ શહેર અને જિલ્લામાં જે સ્થળોએ અકસ્માત થયાં છે.તેવા સ્થળોની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા, જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા,યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ કરતાં વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં ભરવા,વાહન ચલાવનાર વાહન ચાલકોએ હેલ્મેટ પેહર્યાન હોય કે શીટ બેલ્ટ બાંધેલ ન હોય તેવા તમામ વાહન ચાલકો સામે સત્વરે દંડની કાર્યવાહી હાથ ધરવાં તાકીદ કરી હતી બેઠકમાં બોટાદ સાળંગપુર રોડ ઉપર આવેલ અંડરબ્રીજની ઉપર આવેલ પારાપીટની ઉંચાઇ વધારવા અંગે જરૂરી સુચનો કર્યાં હતાં.લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃત્તિ આવે તે હેતુસર પ્રચાર-પ્રસાર કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન કલેક્ટરએ પુરૂં પાડયું હતુ.બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા,નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર,પ્રાંત અધિકારી પરેશ પ્રજાપતિ,સ્ટેટ-પંચાયતના અધિકારીઓ સહિત સંબધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.