પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખે ગરબા સંચાલકોને નવરાત્રીના રસોત્સવ દરમ્યાન મેડીકલની સુવિદ્યા ઉપલબ્ધ રાખવા કર્યો અનુરોધ
ગોસા(ઘેડ) તા.૦૫/૧૦/૨૦૨૩
આગામી દિવસોમાં માં અધ્યશક્તિ જગદંબામાંનાં નવલાં નોરતા આવી રહ્યા છે ત્યારે નોરતાના નવે નવ દિવસ લોકો ગરબા રમે છે પોરબંદરમાં અર્વાચીન રસોત્સવનુ આયોજન કરવામા આવે છે હાલ નાની વયના લોકોમા હાર્ટએટેક જેવા કિસ્સાઓ રોજ બ રોજ સામે આવી રહ્યા છે ક્યાંક કોઈ એકટીવીટી વાહનામાં તો ક્યાંય ગરબાની પ્રેક્ટિસમા આવા યા ક્રિકેટ રમતાં યુવાનોમાં કિસ્સાઓ વધુ બન્ને છે ત્યારે કોઈ વ્યક્તિને તકલીફ પડેતો કઈપણ એમરજ્ન્સી સર્જાય તો રસોત્સવ દરમ્યાન ટ્રાફિકના લીધે ૧૦૮ કે અન્ય સુવિધા પહોંચાડવા માટે મોડું પણ થઈ શકે ત્યારે પોરબંદર જીલ્લા યુથ કોગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમારે ગરબા સંચાલકોને સ્થળ પર મેડિકલની સુવિદ્યા ઉપલબ્ધ રાખવા વિનંતી કરી છે.અને જણાવેલ છે કે નવરાત્રી રસોત્સવના આયાજકોને મારી વિનતી છે કે ડોકટરની સલાહથી જરૂરી સારવાર માટે મેડીકલના સાધનો યોગ્ય,દવાઓ તેમજ મેડીકલની કીટ હાલના સમયને અનુરૂપ રાખવી યોગ્ય ગણાશે. બધા રાસઉત્સવો મા કોઈના કોઈ તો તબીબ હાજર હોયજ છે જેથી કોઈ પણ સમયે તાત્કાલિક સ્થળ ઉપરજ થોડી ઘણી સારવાર મળી રહે કોઈ અણબનાવ ના બને તેવી આપણે કોશિશ કરીએ તેવી મારી બધા આયોજકોને વિનતી છે તેમ ધર્મેશભાઇ પરમારે એક અખબારી યાદીના માધ્યમ દ્રારા અનુરોધ કરતાં જણાવાયુ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.