પીકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂની 64 પેટીઓ ગરબાડા પોલીસે મીનાક્યાર ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી છે. - At This Time

પીકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂની 64 પેટીઓ ગરબાડા પોલીસે મીનાક્યાર ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી છે.


ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવતની સૂચના મુજબ ગતરોજ રાત્રિના સમયે ગરબાડા પોલીસ સ્ટાફના માણસો ગરબાડા નજીક આવેલી મધ્યપ્રદેશને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી રીંગણ તથા દૂધી ભરીને આવતી પીકઅપ ગાડીને ઉભી રખાવી તેમાં તપાસ કરતા, પીકઅપ ગાડીમાંથી શાકભાજીની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની 64 પેટીઓ મળી આવી હતી.
જેથી પોલીસે રૂ.414720 ની કિંમતની વિદેશી દારૂની 64 પેટીઓ જેમા 3072 નંગ બોટલો, મોબાઇલ, તેમજ પીકઅપ ગાડી સહિત કુલ રૂ.817220 નો મુદ્દામાલ કબજે કરી, ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઘોંઘસા ગામના દિનેશભાઈ મોહનસિંહ હરવાલને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.