બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા.સંઘ આયોજીત નવકાર મહામંત્ર વિશ્વ દિન રૂપે મનાવામાં આવ્યો - At This Time

બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપા.સંઘ આયોજીત નવકાર મહામંત્ર વિશ્વ દિન રૂપે મનાવામાં આવ્યો


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
વિશ્વમાં નવકાર મહામંત્રનું આયોજન કરવામાં આવ્યું ત્યાંરે બોટાદ શહેરમાં આવેલ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રય ખાતે તા.૦૯/૦૪/૨૫ સવારે 8 કલાકે જીતો દ્વારા સમગ્ર વિશ્વમાં નમસ્કાર નવકાર મહા મંત્ર વિશ્વ દિન રૂપે માનવવામાં આવ્યો હતો અને આજે પ.પૂ આચાર્ય ભગવંત સીદ્ધચંદ્ર સૂરીશ્વરજી મ.સાહેબ ની પાવન નિશ્રામાં શ્રી નવકાર મહામંત્રના જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તો સકળ જૈન સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ જોડાણા હતા અને મહા નવકાર મહામંત્ર ગણવામાં આવ્યા હતા અને લોકો દ્વારા નવકાર મહામંત્રનું વિશે વાત કરવામાં આવ્યું હતું અને તેનો પ્રભાવ કેટલો છે એનું પણ સમજવામાં આવ્યું હતું નવકાર મંત્ર જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ મંત્ર છે નવકાર મહામંત્રના જાપ કરવાથી મનની શાંતિ મળે, પાપોનો નાસ થાય, આત્મની અનુભૂતિ થાય આ નવકાર મંત્ર ના જાપ કરી સર્વે ધન્યતા અનુભવી હતી આ નવકાર મહામંત્ર શાંતિ નું પ્રતીક છે જૈન ધર્મ માં નવકાર મહામંત્ર ઘણું બધું મહત્વ છે આ મંત્ર જૈન ધર્મ નો પાયો છે આ નવકાર મહામંત્ર ના જાપ કરવાથી વ્યક્તિ ના મનમાં સકારાત્મક વિચારો આવે છે અને ઘણા બધા ફાયદા પણ જોવા મળતા હોય છે એટલે આજે નવકાર મહામંત્ર ના જાપનું વિશ્વ ભરમા આયોજન કરવામાં આવ્યું હતું અને ધન્યતા અનુભવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image