બરવાળા તાલુકાના ઢાઢોદર ગામે સ્વચ્છતા અભિયાન
ગામના નાના-મોટા સૌ કોઇ સફાઈ અભિયાનમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વચ્છતા હી સેવા”ના સૂત્રને અપનાવીને, બોટાદ જિલ્લાના અનેક ગામો સ્વચ્છતા ઝુંબેશમાં સક્રિયપણે જોડાય રહ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.જેન્સી રોયની પ્રેરણા અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન અન્વયે નગરપાલિકાઓમાં માર્ગો, શાળાઓ, સરકારી ઈમારતોથી લઈને ઐતિહાસિક વારસા સમી ઈમારતો સહિતના સ્થળોએ પૂરજોશમાં સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે આ સાથે આ અભિયાનમાં જનભાગીદારી પણ વધી રહી છે
#SwachhataHiSeva ઝુંબેશ અંતર્ગત બરવાળા તાલુકાના ઢાઢોદર ગામે સ્કૂલનાં બાળકો તેમજ આંગણવાડી વર્કર બહેનો, સખી મંડળનાં બહેનો અને સરપંચ દ્વારા જાહેરસ્થળોની સફાઈ કરવામાં આવી હતી આ પ્રકારની પાયાની પહેલો શહેરી અને ગ્રામીણ બંને માહોલમાં જીવનની ગુણવત્તા અને સુખાકારીને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.