દાહોદ A RTO કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણી જિલ્લામાં માર્ગ સમિતિના અધ્યક્ષ યોગેશ નીરગુડે તથા એ આરટીઓ સી. ડી. પટેલના અધ્યક્ષ સ્થાને યોજવા માં આવી
દાહોદ એ આરટીઓ કચેરી ખાતે સલામતી માસ ની ઉજવણી કરવામાં આવી જેમાં તા:૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના સંકલન માં રહી દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ કચેરીઓમાં જાહેર જગ્યાઓમાં રસ્તાઓ પર માર્ગ સલામતી સંબંધી જનજાગૃતિ તેમજ રોડ ચેકિંગ જેવા વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરશે… આ સંદર્ભે તા:૦૩/૦૧/૨૦૨૫ ના રોજ સવારે એઆરટીઓ કચેરી દાહોદ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના અધ્યક્ષ કલેક્ટર યોગેશ નીરગુડે ની હાજરી માં કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી મંચસ્થ મહેમાનોનું સ્વાગત કર્યા બાદ માર્ગ સલામતી માસ ૨૦૨૫ નો બહોળો પ્રચાર પ્રસાર કરવા નમ્ર અપીલ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં 150 ઉપરાંત ફેટલ કેસો નોંધાયા છે જે ઝીરો ફેટર થાય તેવું આપણે કામ કરી અને જનતાને ટ્રાફિક રુલ્સ તેમજ સેફ્ટી નું માર્ગદર્શન આપી આ કાર્ય કરી શકીએ છીએ જેમાં જનતા તથા પોલીસ બંને ભેગા મળીને કરીશું તો માર્ગ અકસ્માત નો ઘટાડો થઈ શકે છે
જ્યારે દાહોદ એ. આર.ટી.ઓ સી ડી પટેલ એ જણાવ્યું કે માર્ગ અકસ્માત ના સૌથી વધુ કેશો રૂલરમાં જોવા મળે છે જેને આપણે પ્રથમ પ્રધાન્ય આપવું જોઈએ જેને કારણે ગામડામાં રહેતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ તથા સેફટીની જાણકારી પૂરી પાડવા માટે જે કંઈ પણ પગલાં લેવા પડે અથવા તો ગામેગામ આવા કાર્યક્રમો કરી વાહકતા લોકોને અવગત કરાવી દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ તથા ચાર પૈયાવાનો ના ચાલકે સીટબેલ્ટ અવશ્ય લગાવો જોઈએ તેવા નિયમોને કડક પણે અમલ કરી અને કરાવી દાહોદ જિલ્લાને ઝીરો ફેટર ઝોન બનાવવા અરજ કરી છે ત્યારબાદ એ આરટીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીને લીલી જંડી આપી દાહોદ શહેરના રાજમાર્ગો પર ફરશે જેમાં પોલીસ જવાનો દ્વારા બેંગ્લોર મારફતે સંદેશ પહોંચે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ રેલી પરત આરટીઓ ઓફિસ પહોંચશે
આ માર્ગ સલામતી સપ્તાહમાં દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે એ આરટીઓ સી ડી પટેલ, ડી.વાય.એસ.પી. ટ્રાફિક રાઠોડ, આરટીઓ સ્ટાફ ટ્રાફિક, , મેડિકલ ઓફિસર, ટ્રાફિક પોલીસ જવાનો તથા ટી. આર. બી.નાજવાનો તેમજ જનતા ઉપસ્થિત રહી હતી
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.