૧૯૬૨ દ્વારા ૨ વર્ષમાં કુલ ૧,૬૩,૦૦૦ પશુઓની નિશુલ્ક સારવાર અપાઇ - At This Time

૧૯૬૨ દ્વારા ૨ વર્ષમાં કુલ ૧,૬૩,૦૦૦ પશુઓની નિશુલ્ક સારવાર અપાઇ


[web_stories title="true" excerpt="true" author="true" date="true" archive_link="true" archive_link_label="https://atthistime.in/v8sk6uaf8erbndio/" circle_size="150" sharp_corners="false" image_alignment="left" number_of_columns="1" number_of_stories="3" order="ASC" orderby="post_title" view="list" /]સાબરકાંઠા જિલ્લામાં ૧૯૬૨ને બે વર્ષ પૂર્ણ થયા
********
૧૯૬૨ દ્વારા ૨ વર્ષમાં કુલ ૧,૬૩,૦૦૦ પશુઓની નિશુલ્ક સારવાર અપાઇ
******
ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને જી.વી.કે ઈ.એમ.આર.આઈ દ્વારા પી.પી.પી મોડલ પર આધારીત સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૫ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે. આ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાને બે વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લા પંચાયત ખાતે જીલ્લા નાયબ નિયામક પશુપાલન અધિકારીશ્રી ડૉ. જનક બી. પટેલની અધ્યક્ષતામાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેટરનરી ડોક્ટર – પાયલોટ કમ ડ્રેસર તેમજ ૧૯૬૨ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર પ્રતિક સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
આબરકાંઠા જિલ્લામાં કુલ ૧૫ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા કુલ ૧૬૧ ગામોને આ સેવાનો નિશુલ્ક લાભ મળી રહ્યો છે. જેના થકી બે વર્ષમાં ૧૯૬૨ દ્રારા ૧,૬૩,૦૦૦ પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી છે. આ સેવા થકી ઘરના પાલતુ પશુઓની સાથે સાથે રસ્તે રઝળતા પશુ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.