સામખિયાળી ચાર રસ્તા પાસે અકસ્માત માં ચાર વાહનો એક બીજા સાથે અથડાતા ટેન્કર ડ્રાઈવર કેબીન માં ફસાઈ ગયો હતો
કરછના પ્રવેશ દ્વાર પાસે, સવારે લગભગ 11 વાગ્યાના અરસામાં સામખિયાળી ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સાથે ચાર વાહનો એક બીજા સાથે ધડાકાભેર અથડાતા અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માતમાં ટેન્કરનો ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો હતો, જેને સ્થાનિક લોકો અને કેન કટર ની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને હટાવી વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો કિસ્મતથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ એક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે
