આસપુરના મુખ્ય શિક્ષક હિતેશભાઈ બારોટનો વિદાય સન્માન સમારોહ ઉજવાયો…
આસપુર પ્રાથમિક શાળાના પ્રિય અને સુપ્રસિદ્ધ મુખ્ય શિક્ષક હિતેશભાઈ બારોટ ના જિલ્લા ફેર બદલી અવસરે શાળાના આંગણે ભાવસભર વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણક્ષેત્રે ૧૭ થી ૧૮ વર્ષનો અમૂલ્ય અનુભવ ધરાવતા હિતેશભાઈએ પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક વિદ્યાર્થીઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો. તેમના કાર્યકાળ દરમ્યાન શાળાએ અનેક ભૌતિક,શૈક્ષણિક અને સામાજિક સફળતાઓ પ્રાપ્ત કરી. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી. શાળાના શિક્ષકો, વાલીઓ અને ગામના અગ્રણીઓએ હિતેશભાઈ બારોટ માટે હાર્દિક શ્રદ્ધા અને અભિનંદન વ્યક્ત કર્યા. તેઓએ શાળાની વૃદ્ધિમાં આપેલા યોગદાનને યાદ કરતાં સૌની આંખો ભીની થઈ ગઈ. વિદાય સંબોધનમાં હિતેશભાઈ બારોટે એ ભાવુક શબ્દોમાં કહ્યું કે, “વિદાય એક મર્યાદા છે, પરંતુ મારી સેવા અને પ્રેમ સદા શાળાની સાથે જોડાયેલો રહેશે.” શાળાના સ્ટાફ દ્વારા તેમને સ્મૃતિચિહ્ન અને પુષ્પમાળા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમારોહને યાદગાર બનાવવામાં આવ્યો. અંતે શાળાના આચાર્યશ્રી,શિક્ષકગણ અને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને હિતેશભાઈ બારોટ ના દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી કાર્યક્રમનો સમાપન કર્યો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
