પૂર્વ કોર્પોરેટર રાકેશ પટેલ અને પોલીસ જવાન વચ્ચે રાત્રે બહાર બેસવા બાબતે ઘર્ષણ .
એમ.જી.રોડ પર રવિવારે મોડી રાત્રે બહાર બેસવા બાબતે પૂર્વ કોર્પોરેટર અને વાડી પોલીસ સ્ટેશનના જવાન વચ્ચે ઘર્ષણ થતાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી . સમગ્ર ઘટના અંગે પૂર્વ કોર્પોરેટર , રાકેશ પટેલ જણાવ્યું હતું કે , તેઓ 11 વાગ્યાના સુમારે પોતાના મિત્રો સાથે એમજીરોડ પર આવેલા રણછોડજી મંદિરની ત્યાં બેઠા હતા , ત્યારે વાડી પોલીસ સ્ટેશનની પીસીઆર વેન લારી - ગલ્લા બંધ કરાવવા નિકળી હતી . પીસીઆર વેનના ઈનચાર્જ ગણેશ વર્ધાજીએ બહાર કેમ બેસો છો ? તમારી સામે કાર્યવાહી કરીશ તેમ કહેતા બોલાચાલી થતાં લોકોના ટોળા થઇ ગયા હતા . લાઈક રાકેશ પટેલ જાતે જ પીસીઆર વેનમાં બેસી ગયા હતા અને પોલીસ જવાનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા . ઘટનાની જાણ થતા વાડી પીઆઈ એમ.ડી રાઠોડ અને એસીપી પલસાણીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની અને કોન્ટેબલ ગણેશ વર્ધાજી વિરુદ્ધ આશ્વાસન આપ્યું હતુ . આ અંગે વાડી પીઆઈ એમ.ડી રાઠોડનુ કહેવુ હતું કે આ પ્રકારની કોઈ પણ ઘટના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની નથી . જ્યારે એસીપી પલસાણીયાનું કહેવુ હતું કે પેટ્રોલિંગ દરમિયાન આ રીતની ઘટના બનતી રહેતી હોય છે અમે કોન્સેબલ ગણેશ વર્ધાજી વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે . પોલીસે ગૌરક્ષા સમિતિના સભ્યને માર માર્યો આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતા ભાજપના કાર્યકરો અને ગૌરક્ષા સમિતિના કાર્યકરો પણ ગાડી પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા જ્યાં ગૌરક્ષા સમિતિનો એક સભ્ય દારૂ પીધેલો છે તેમ કહી પોલીસે તેને માર માર્યો હતો . લોકોના ટોળા જામી ગયા હતા . શહેરના બીજા વિસ્તારમાં આખે આખી રાત ખાવાનાં બજારો ધમધમતા હોય છે કોર્પોરેટર અને કોન્ટબલ સાથે ઘર્ષણ થતા લોકોના ટોળા વળી ગયા હતા . લોકોએ પોલીસનો વિરોધ કરતા કહ્યું હતું કે , વાડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં કેટલીય નોનવેજની લારી અને લોકો આખી - આખી રાત રોડ પર બેસી રહે છે ત્યા પોલીસ કેમ કોઈ દિવસ કાર્યવાહી નથી કરતી ?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.