આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં 313 લાભાર્થીઓને ચેક વિતરણ - At This Time

આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં 313 લાભાર્થીઓને ચેક વિતરણ


આણંદ જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોન ધિરાણ કેમ્પમાં 313 લાભાર્થીઓને ચેક વિતરણ, 500 થી વધુ નાગરિકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવાયા,ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરીના દુષણ સામે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા સરકારના આ અભિયાનમાં આમ જનતાને ડર વિના જોડાવવા આહવાન કર્યું છે અને તેના પરિણામે અનેક વ્યાજખોર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે તો બીજી તરફ પીડિત વ્યક્તિને કાયદા અને બેંક બન્નેનો સહારો મળ્યો છે. આ માટે આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી સાથે પીડિત અને જરૂરિયાતમંદ નાગરિકોને બેંક સાથે જોડી લોન અપાવવામાં પણ પોલીસ મદદ કરતી હોઈ સામાન્ય પ્રજામાં પણ આ વહીવટી પ્રયોગના હકારાત્મક અને પ્રશંસાપૂર્ણ અભિપ્રાયો બંધાયા છે.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image