રાજુલા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી
રાજુલા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધ સાવરકુંડલા એ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કોલાદરા સુચના આપતા રાજુલા પી.આઇ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી સ્પેશિયલ ડ્રાય માં હાલ 31 ડિસેમ્બર આવી રહી હોય ત્યારે સમગ્ર વિસ્તારોમાં કોઈ પણ દારૂની હેરાફેરી ન થાય તે બાબતે વાહન ચેકીંગ ફોરવિલ ગાડી માં કાળા કાચ નંબર પ્લેટ વગર નાં વાહનો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કરેલ તેમજ હાલમાં ખૂબ જ ઠંડી પડી રહી હોય ત્યારે રાત્રિના લૂંટફાટ નો ભય હોય ત્યારે રાજુલાના પી.આઈ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ તેમજ નાઈટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવી તેમજ હાલ માં મકરસંક્રાંતિ આવી રહી હોય ત્યારે અનેક વાહન ચાલકો ને ગળામાં દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે લોકોને સુરક્ષા માટે પણ જાગૃત કરવામાં આવ્યા મોટરસાયકલ માં સાથે નાના બાળકોને લઈને નીકળતા હોય તેવા વાહનોમાં મકરસંક્રાંતિ સુધી સેફટી ગાર્ડ લગાવવાની પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી તેમજ રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ફોરવીલ વાહનો ને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ નાના બાળકોને મોટરસાયકલ ચલાવવા ન આપવાની રાજુલા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
