ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની ગઢડામાં કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત
ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની ગઢડામાં કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત
આજ રોજ ગઢડા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયાના નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના અધ્યક્ષ તથા ધંધુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન બોટાદ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ શ્રી કરશનભાઈ ચૌહાણ, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશોરભાઈ વેલાણી, બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ તથા નગરપાલિકા સભ્ય શ્રી અજયભાઈ ઝાલા, તેમજ નગરપાલિકા સભ્ય શ્રી ગોરાભાઈ ગોહિલ હાજર રહ્યા હતા.
આ મુલાકાતમાં સામાજિક તથા રાજકીય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. સ્થાનિક સ્તરે સંગઠનના સશક્તીકરણ તથા પાર્ટી પ્રત્યેની વફાદારી વિશે ચર્ચાઓ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
