ઈસનપુર ની સૂર્યનગર પોલીસ ચોકીમાં પોલીસ કર્મીઓ બેસે છે કે અસામાજિક તત્વો…? એક ઘટનામાં ઈસનપુર P.I ની આ વાત ને લઈ વધી મૂંઝવણ.
વાચક મિત્રો ઘટના ની વિગત આગાઉ સાપ્તાહિક, દૈનિક વર્તમાન પત્રો અને ઓનલાઇન ન્યૂઝ પ્લેટફોર્મમાં જાહેર થયેલ ઘટના મુજબ ૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ સૂર્યનગર પોલીસ ચોકી ની પાસે બે દ્વિ ચક્કી વાહનો વચ્ચે એક અકસ્માત ની ઘટના બને છે ત્યારે ઘટના સમયે નજીકમાં હાજર એક સામાજીક કાર્યકર , પત્રકાર અને BJP ના બુથ પ્રમુખ નજર સમક્ષ બનેલ આ અકસ્માત ની ઘટનામાં માનવતાની દૃષ્ટિએ મદદ કરવા અર્થે સ્થળે પહોંચી મદદ કરતાં હોય તે સમયે...
આ ઘટનામાં ઈસનપુર પોલીસ ની હદમાં આવતી સૂર્યનગર પોલીસ ચોકીની અંદરથી આવેલ પોલીસ કર્મીઓ આવી ઘટનામાં મધ્યાંતર તો કર્યું પણ સાથે સાથે "પોલીસ કર્મીઓ એ પોતાના અને અન્ય પોલીસ અઘિકારીઓ માટે સાપે છછુંદર ગળ્યા જેવી હાલત ઊભી થઈ" મદદ કરવા અર્થે પહોંચેલ સામજીક કાર્યકર એવા પત્રકાર અને BJP ના બુથ પ્રમુખ ને કોઈ પણ કારણ વગર ઘટના સ્થળે અપમાનિત કરી ગુનેગાર ની જેમ પકડી ચોકી માં લઈ જઈ મોઢા ના ભાગે મૂઢ માર મારવાની ઘટના ને અંજામ આપ્યો એ કોણ હતા એ બાબતે હાલ ના ઈસનપુર P.I ની તો મુજવણ વધી ગઈ છે અને આ વાત ને એક મહિનો વીતી ગયો છે છતાં પણ...કોઈ કાયદેસર ની કાર્યવાહી P.I દ્વારા નથી કરવામાં આવી રહી...કેમ ?
આ ઘટના સંદર્ભે ભોગ બનનાર પત્રકાર દ્વારા પત્રકાર એશોસીએશન સાથે મળી સેકટર - ૨ અને ઝોન - ૬ ના DCP ને લેખીત અને ઝોન ૬ ના ACP ને ઘટના બાદ ત્વરિત જાણ કરતાં ઈસનપુર P.I ની હાલ તો મૂંઝવણ વધતી જાય છે એવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને પોલીસ અઘિકારીઓ દ્વારા સમાધાન કરવા બાબતે શામ દામ દંડ ભેદ ની નીતી થી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,
ઈસનપુર પોલીસ સ્ટેશન ના P.I ની વધતી મૂંઝવણ નું કારણ હવે એ છે કે આ ઘટના ના દિવસે એટલે કે ૮ નવેમ્બર ૨૦૨૩ ના રોજ સૂર્યનગર પોલીસ ચોકી માં સાદા કપડામાં પોલીસ કર્મીઓ જ હતાં કે કોઈ અન્ય વ્યક્તિઓ કે અસામાજીક તત્વો બેઠા હતાં પોલીસ ચોકીમાં...? જો
ઘટના ના દિવસે સૂર્યનગર પોલીસ ચોકી માં સાદા કપડામાં પોલીસ કર્મીઓ હતાં તો શું ઈસનપુર P.I તરફથી પોતાની ફરજમાં ચૂક કરી રહ્યા છે કે પોલીસ કર્મીઓ ને હાજર કરી કેમ ઓળખ નથી કરવી રહ્યાં, આ કેસમાં શું ઈસનપુર P.I દ્વારા પોલીસ કર્મીઓ નો ખોટો બચાવ નથી કરવામાં આવી રહ્યો ને...? કે પછી ઘટના ના દિવસે સૂર્યનગર પોલીસ ચોકી માં સાદા કપડામાં ઈસનપુર વિસ્તારમાં ચાલતાં અસામાજીક પ્રવૃત્તિઓ ને વેગ આપતા ગોડ ફાધર તો નોતા બેઠા ને...? જેમણે આ પત્રકાર અને BJP ના બુથ પ્રમુખ ઉપર હાથ ચાલાકી ની ઘટના ને અંજામ આપ્યો,
આ ઘટના માં સૂર્યનગર પોલીસ ચોકી ઉપર લાગેલા પોલીસ વિભાગ ના જ કેમેરા બંધ છે એવી પણ સૂત્રો દ્વારા માહિતી જાણવા મળેલ છે તો શું આ બાબતે પણ પોલીસ વિભાગ ની ઢીલી નીતિ માટે કોણ જવાબદાર છે કે પછી પોલીસ ચોકી અને AMTS ડેપો માં લાગેલ સરકારી કેમેરા બંધ હોવાનું અન્ય કોઈ કારણ...?
ઈસનપુર પોલીસ ની હદમાં સૂર્યનગર ચોકી પાસે બનેલ ઘટનામાં લાગેલ સરકારી C.C.T.V કેમેરા શું શોભા ના ગાંઠિયા સમાન સમજવા...?
ઘટના સ્થળ ની પાસે લાગેલા CCTV કેમેરા ની લોકેશન વિગત :-
૧ - સૂર્યનગર પો.ચોકી ના બે કેમેરા ( બંધ હાલતમાં )
૨ - AMTS બસ ડેપો માં ગેટ ઉપર ૨ કેમેરા , ( બંધ હાલતમાં ) અને ડેપો માં હાઇ લેવલ પોલ ઉપર લાગેલ કેમેરો,ઈસનપુર ભૈરવનાથ રોડ, ( બંધ હાલતમાં )
૩ - અરમાન ટી સ્ટોલ - પ્રિન્સ મોબાઇલ બાજુમાં, મિલ્લતનગર,
૪ - પ્રિન્સ મોબાઇલ - મિલ્લતનગર AMTS બસ ડેપો ની સામે
૫ - અમુલ પાર્લર નો કેમેરો,ફીડર કેનાલ બગીચા પાસે,મિલ્લતનગર પાસે,
૬ - સિદ્ધેશ્વર મહાદેવ નો એક કેમેરો,
અમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ, સેવા સુરક્ષા અને શાંતિ ની મોટી મોટી વાતો કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ને એક જ સવાલ જાહેર જનતા ની સુરક્ષા અર્થે અમદાવાદ શહેરમાં કેટલા કેમેરા લાગેલા છે અને એમાં કેટલા ચાલું છે...?
જાહેર જનતા ની સુરક્ષાના બણગા ફૂંકતા પોલીસ વિભાગ જ્યારે કંઈ પણ ઘટના થાય ત્યારે જ કેમ ઊંઘતું ઝડપાયું છે એટલે કે પોલીસ અપકૃત્ય કે અમાનવીય ઘટના ને અંજામ આપે ત્યારે જ C.C.T.V ફુટેજ કેમ નથી મળતા પોલીસ અધિકારીઓ ને...?
આ ૮ નવેમ્બર ૨૦૨૩ ની ઘટના ને લઈ ઈસનપુર P.I દ્વારા ભોગ બનનાર ફરિયાદી પત્રકાર ની ફરીયાદ સમયસર નહીં નોંધવામાં ચૂક કરેલ છે એ વાત તો ચોક્કસ છે અને આવનારા સમયમાં જો આ બાબતે પત્રકાર પોતે પત્રકાર સંગઠન દ્વારા ઉગ્ર દેખાવો કે અન્ય કોઈ કાર્યક્રમ જાહેર કરી શકે છે તેની સંપૂર્ણ જવાબદારી ઈસનપુર P.I ની રહેશે,
ઈસનપુર P.I દ્વારા અરજદાર ને ૨ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ પણ અરજદાર પત્રકાર ને તપાસ ચાલું છે એવું આશ્વાશન આપી પરત મોકલી આપવામાં આવેલ તો...તો ઈસનપુર P.I સાહેબ ને મારી નમ્ર વિનંતી છે કે તપાસ નું તરકટ પૂર્ણ થાય તો જાણ કરશો.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.