“આમોદ્રા નાં સેવા નિવૃત ફૌજી નું માદરે વતન માં ભવ્ય સ્વાગત કરાયું.” (જીતેન્દ્ર ઠાકર)
ઊના નાં આમોદ્રા ગામનાં રહીશ વણકર સમાજનાં ફૌજી જવાન ધીરજભાઇ નારણભાઈ ઉનેવાલ ૨૫ વર્ષસુધી ભારતમાતા નાં અડીખમ સૈનિક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી નાયબ સુબેદાર નાં પોસ્ટિંગ સાથે નિવૃત થઈ વતન આમોદ્રા પધારતા આમોદ્રા ગામ સમસ્ત અને વણકર સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ.
ગામનાં એન્ટ્રીપોઇન્ટ થી શરૂકરીને મુખ્ય માર્ગો ઉપર ઘોડેસવારી અને ડી.જે નાં તાલે ભવ્ય શોભાયાત્રા નીકળેલ જેમાં ગામનાં આગેવાનો, નિવૃત ફૌજી જવાનો અને સમાજનઆગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયેલ .
શોભાયાત્રા પૂર્ણ થયાબાદ વણકર વાસ માં રામદેપીર મંદિર નાં ચોક માં નિવૃત ફૌજી જવાન ધીરજભાઇ તેમજ ગામનાં અન્ય નિવૃત ફૌજી જવાનો કાનજીભાઈ સોલંકી,બાલુભાઈ જાદવ,અશ્વિનભાઈ જાદવ સરપંચ પ્ર. અજીત ભાઈ મોરી, પૂર્વ સરપંચ કનુભાઈ સોલંકી નાં હસ્તે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે દિપ પ્રગત્યકરી કાર્યક્રમ નો શુભારંભ કરી ઉપસ્થિત સર્વે જનોદ્વારા અદબ સાથે રાષ્ટ્રગીત નું ગાન અને ભારત માતાકી જય નાં નારા લગાવેલ.
મંચ ઉપર બિરાજમાન દરેક ફૌજી જવાનોને કુમારિકા દીકરી દ્વારા કુમકુમઅક્ષત થી શૌર્ય તિલક કરવામાં આવેલ.
આ પ્રસંગે ઉપસ્થિત ગામનાં અગ્રણીઓ અજીત ભાઈમોરી,વિરભણભાઈમોરી,ગોવિંદભાઇ સોલંકી,ગોપાલભાઈ જાદવ,લલિતભાઈમોરી,રાજુભાઇ જાદવ,રણધીર ભાઈ જાદવ,વિગેરેએ ગામ વતી પુષ્પહાર ,શાલ,અર્પણકરી ધીરજભાઇ નું સન્માન કરેલ.
ઊના તાલુકા માંથી પધારેલ સમાજ ના અગ્રણીઓ શ્રી હરજીભાઈ સાખટ, અરજનભાઈ ચૌહાણ, દિનેશભાઇ મારુ,પત્રકાર જેન્તીભાઈ વાજા,વિગેરે તેમજ આમોદ્રા વણકરવાસ નાં અગ્રણીઓ અને પરિવાર જનો દિનેશભાઇ ઉનેવાલ,ફૌજી નાં માતા પિતા,ધર્મપત્ની અને પ્રેમજીભાઈ, અરજનભાઈ, કરશન ભાઈ ,ટીદાભાઈ,વિરજીભાઈ, વિગેરે દ્વારા સન્માન કરી શુભ કામનાંઓ પાઠવેલ.
આ પ્રસંગે નિવૃત્ત ફૌજી કાનજીભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, ગોપાલભાઈ જાદવ અને પત્રકાર જીતુભાઈ ઠાકર દ્વારા નિવૃત્ત ફૌજીજવાન ધીરજભાઇ ઉનેવાલ ની નિષ્ઠા પૂર્વક ની સેવાઓ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવેલ.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
