સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયર મળી કુલ નંગ – ૨૧૭ કુલ મુદ્દામાલ કિ.રૂા.૩૩,૭૩૦/- નો પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

સાવરકુંડલા ટાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયર મળી કુલ નંગ – ૨૧૭ કુલ મુદ્દામાલ કિ.રૂા.૩૩,૭૩૦/- નો પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે પ્રોહી. અંગે રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય, તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન મળી આવતા, આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, મળી આવેલ પ્રોહી. મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં સોંપી આપેલ છે.
→ પકડવાનો બાકી આરોપી :
શીલ્પેશ બાબુભાઈ વાળા, રહે.સાવરકુંડલા, કાપેલધાર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
→પકડાયેલ મુદ્દામાલ :
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓફીસર ચોઇસ પ્રેસ્ટીઝ વ્હીસ્કીની ૧૦૦૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૨ કિ.રૂા.૭,૪૪૦/-
(૨) ભારતીય બનાવટની વિદેશી દારૂની બેગપાઇપર ડીલકસ વ્હીસ્કીની ૧૦૦૦ એમ.એલ.ની બોટલો નંગ ૦૯ કિ.રૂા.૫,૬૭૦/-
(૩) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કીની ૧૦૦૦ એમ.એલ.ની બોટલો નંગ ૦૬ કિ.રૂા.૩,૭૨૦/-
(૪) ભારતીય બનાવટની વિદેશી દારૂની મેજીક મુમેન્ટ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ ૧૭૦ કિ.રૂા.૧૪,૯૬૦/-
(૫) ભારતીય બનાવટના થન્ડરબોલ્ટ પ્રીમીયમ સ્ટ્રોન્ગ બીયર ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ કિ.રૂા.૧,૮૮૦/-
(૬) પ્લાસ્ટીકની મોટી થેલીઓ નંગ - ૦૬ કિ.રૂા.૬૦/- મળી કુલ બોટલો તથા બીયર નંગ ૨૧૭ કુલ કિ.રૂા.૩૩,૭૩૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ. કોલાદરા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image