૨૬ લાખની જાલી નોટોના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય આરોપીના હાઈકોર્ટ દા૨ા જામીન મંજુર - At This Time

૨૬ લાખની જાલી નોટોના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય આરોપીના હાઈકોર્ટ દા૨ા જામીન મંજુર


ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિત વિવિધ રાજયોમાં ચાલતા નકલી નોટોના બારોબા૨ની ફરિયાદ રાજકોટમાં થયેલ હતી : આરોપી બનાવટી નોટ છાપી તેનો ઉપયોગ કરતા હોવાનું પુરાવો રજૂ કરવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાથી એડવોકેટની દલીલોને માન્ય રહી.

નકલી ચલણીનોટો છાપી તેને ખરા તરીકે બેંકમાં તથા એ.ટી.એમ માં જમા કરાવી બજારમાં ફરતી કરવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડ ના ગુન્હામાં પકડાયેલ મુખ્ય સાગરીતના જામીન કોર્ટ દ્રારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકકીત એવી છે કે, રાજકોટના યાજ્ઞીક રોડ પર આવેલ બેંક તથા એટીએમમાંથી ૩૧ જાલીનોટો મળી આવતા એ-ડીવીઝન પોલીસે ફરિયાદનોંધી હતી. તપાસ કરતા રજુલાના ભરત બોરીચાને નાણાની જરૂર પડતા તેમના મિત્ર તેજસ જસાણી મારફત જાલીનોટ છાપવાવાળા શખ્સોનો સંપર્ક કરી બેન્કમાં તથા આંગડીયા મારફતે સાચી નોટો સાથે ભેળવીને વિવિધ રાજયોમાં વહેતી કરેલ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા સહીતના રાજયોમાંથી આરોપી ભરત બોરીચા, તેજસ (૨હે બંને બાબરા) મયુર થડેશ્વર, વિમલ થડેસ્વર, ગુરપ્રિતસિંગ કારવાણી, કમલેશ જેઠવાણી, રમેશબાબુ કસ્તુરી, રાકેવરી કસ્તુરી, અસનબીન અહમદના નામો ખુલવા પામેલ હતા. ૨૬ લાખની બોગસ ચલણી નોટો તથા નોટ છાપવા માટેની સાધન સામગ્રી કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી પોલીસે ચાર્જશીટ દાખલ કર્યુ હતું.

જેલ હવાલે રહેલા મુખ્ય સુત્રધાર વિમલ થડેશ્વરએ અભય ભારદ્રાજ એન્ડ ઓસોસીએટ મારફત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ. જે ચાલી જતાં દલીલ કરવામાં આવેલ કે, પોલીસ દ્રારા મુકેલ સમગ્ર ચાર્જશીટનો આક્ષેપ સાચો માનવામાં આવે તો પણ આરોપી વિમલ થડેશ્વર પાસેથી ખોટી ચલણી નોટો બનાવવા, ખોટી નોટોનો ખરા તરીકે ઉપયોગ ક૨વા કે ખોટી ચલણી નોટો કબ્જામાં રાખવા સંદર્ભેનો લેખમાત્ર પુરાવો રજુ ક૨વામાં આવેલ નથી.

પોલીસના કહેવા મુજબના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં આરોપી તરીકે વિમલ થડેશ્વર સામે કાયદાકીય સમર્થનકર્તા કોઈ જ પુરાવો મોજુદ નથી. સામાપક્ષે પોલીસ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે, કૌભાંકની મૂળ વિમલ થડેશ્વર છે ત્યારે ગુન્હાની ગંભીરતા જોતા સમાજ અને અર્થતંત્ર વિરૂધ્ધનો ગંભીર ગુન્હો હોય જામીન નામંજુર કરવા રજુઆતો કરેલ હતી.

બન્ને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે હાઈકોર્ટ દ્વારા આરોપી તરફે થયેલ દલીલો અને ઉઠાવાયેલ કાનુની મુદા સાથે સહમતી દર્શાવી વિમલ થડેશ્વરને કોર્ટ કાર્યવાહીમાં નિયમિત હાજર રહેવા અને કોર્ટની પરવાનગી વિના ભારત દેશ બહાર ન જવાની શરતોને આધીન જામીન મુક્ત કરતો હુકમ ફ૨માવેલ હતો. આ કેસમાં આરોપી વિમલ થડેશ્વર તરફે ખ્યાતનામ ઑફીસ અભય ભારદ્વાજ એન્ડ એસોશીયેટ ના ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજ, ધીરૂભાઈ પીપળીયા, દિલીપભાઈ પટેલ, કલ્પેશભાઈ નસીત, જીજ્ઞેશભાઈ વિરાણી, શ્રીકાંતભાઈ મકવાણા, અમદાવાદના આર.વી.આચાર્ય તેમજ જસદણના યુવા એડવોકેટ પ્રદિપ વધાસીયા રોકાયેલ હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.