રાજુલા નજીક બારપટોળી ગામ પાસે ત્રીપલ અકસ્માત - At This Time

રાજુલા નજીક બારપટોળી ગામ પાસે ત્રીપલ અકસ્માત


રાજુલા નજીક બારપટોળી ગામ પાસે ત્રીપલ અકસ્માત

રાજુલા તેમજ ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિ દિન અકસ્માતોમાં વધારો થતો જાય છે ત્યારે આવી જ એક ઘટના રાજુલા નજીક કાતર રોડ પર જુની બારપટોળી નજીક ત્રીપલ મોટરસાયકલ ના અકસ્માતની ઘટના બનવા પામી છે અકસ્માતની ઘટનાની જાણ 108 ને કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચેલી પરંતુ આ અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓને ગંભીરતા થવા પામી અને બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા આ અકસ્માતમાં સ્થળ પર મૃત્યુ પામનાર યોગેશભાઈ ભરતભાઈ તેમજ અનિલભાઈ ઝીણાભાઈ નામ હોવાનું જાણવા મળેલું અન્ય ચાર વ્યક્તિ ઓ ઇજાગ્રસ્ત થયેલ જેમાં તુષારભાઈ ભરતભાઈ. ઘનશ્યામભાઈ બારૈયા .મનુભાઈ લખમણભાઇ અને ભરતભાઈ નાથાભાઈ એમ કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા ઓ થવા પામેલી ત્યારે આ તમામને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલા પરંતુ આ તમામને વધુ ઇજા હોવાથી તાત્કાલિક રાજુલા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી જોકે આ ઘટનામાં જાણવા મળતી વિગત મુજબ અને લોક ચર્ચા મુજબ આ અકસ્માતમાં એક મોટરસાયકલ સવાર અકસ્માત કરીને ભાગી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અકસ્માતની ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાં થતા સેવાભાવી તમામ લોકો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image