રાજુલા તાલુકાના વાવેરા ગામમા વહેલી સવારે 8 વર્ષના માસૂમ બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો ગંભીર રીતે ઇજાઓ સારવાર હેઠળ
રાજુલા તાલુકાના વાવેરા ગામમા વહેલી સવારે 8 વર્ષના માસૂમ બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો ગંભીર રીતે ઇજાઓ સારવાર હેઠળ
વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના વાવેરા ગામમાં આવેલ ગૌશાળા પાસે આવેલ નદી કાંઠા વિસ્તારમાં દેવીપૂજક પરિવારના ઘરે દીપડો વહેલી સવારે ઘુસી 8 વર્ષના વૈભવ નરસીભાઈ સોલંકીનું માથું પકડી શિકારનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાડા રાડ બોલતા દીપડો બાળકને મૂકી નાચી છૂટ્યો હતો ઘટનાને પરિવાર દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો દીપડાએ હુમલો કરતા વનવિભાગની ટીમ વાવેરા અને હોસ્પિટલમાં દોડી આવી બાળકને ઝડપથી સારવાર મળે તેવા પ્રથમ પ્રયાસ કર્યા હતા ત્યારબાદ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે લોકેશન મેળવવા માટે સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ દીપડાના હુમલાની ઘટનાથી લોકોમાં ભય અને સતત વધતા જતા હુમલા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
દીપડાને પકડવા વનવિભાગની કવાયત
દીપડાને પકડવા માટે ગૌશાળા નજીક નદી કાંઠાના વિસ્તારમાં પાંજરા ગોઠવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે બનાવ સ્થળે પ્રથમ પાંજરૂ મુકવામાં આવ્યું ઉપરાંત આસપાસ વિસ્તારમાં દીપડાનું લોકેશન મેળવવા વનવિભાગની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરી છે.
દીપડાના બનાવો વધ્યા
અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ ખાંભા ધારી અમરેલી તાલુકા લીલીયા સહિત મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો બાદ હવે દીપડાઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે લોકોની મુશ્કેલી સાથે ભયનું વાતાવરણ વધુ જોવા મળે છે અનેક વખત ખેત મજૂરો ખેડૂતોને રાત્રીના ખેતીકામ દરમ્યાન દીપડાઓનો ભેટો થતો જોવા મળ્યો છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
