મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ મુદ્દે 15 એપ્રિલે ખેડૂત મીટીંગ, ભરતસિંહ કરશે ભડાકો
(રિપોર્ટ નિતીન ચૌહાણ)
મહુવા માર્કેટીંગ યાર્ડમાં વારંવાર સફેદ ડુંગળીના ભાવમાં આવતા કડાકાઓ સામે રોષ વ્યક્ત કરતા ભરતસિંહે 15 એપ્રિલ, મંગળવારે સવારે 10 વાગે યાર્ડમાં ખેડૂત મીટીંગ બોલાવી છે. ખેડુતોને મોટી સંખ્યામાં હાજરી આપવા આહવાન કરાયું છે. ભરતસિંહના મતે, યાર્ડ, વેપારીઓ અને ડ્રાયહાઈડેશન વાળાઓ હમદર્દી રાખે તો એક મણનો ભાવ રૂ. 250 થી 300 મળી શકે, પરંતુ મેળાપીપણાથી ખેડુતોની લૂંટ થાય છે. આ મુદ્દે તેમનો ભડાકો થશે. ભાવનગર સહિત આસપાસના જિલ્લાના ખેડુતો, આગેવાનો, રાજકીય નેતાઓ અને પત્રકારોને હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
