હળવદમાં નાની ઉમરે સગાઈ થઈ જતા સગીરા માતા બની
હળવદમાં એક નરાધમે સગાઈ ઘયા બાદ સગીરાને વારંવાર હવસનો શિકાર બનાવી ૧૩ વર્ષની તરુણી કુંવારી માતા બની હતી. જે બનાવ બાબતે સગીરાના પિતાએ તેના જમાઈ વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગત પ્રમાણે, હળવદ પંથકમાં રહેતી એક ૧૩ વર્ષની તરુણી કુંવારી માતા બનતા આ અંગે તરુણીના પિતાએ નરાધમ ગોપાલ લીલાભાઈ ઠાકોર સાથે ફરિયાદીની પુત્રી સાથે સગાઈ થઈ હતી. આ બન્ને પક્ષની સામસામી સગાઈ થઈ હતી. એટલે આરોપીની બહેનની તરુણીના ભાઈ સાથે સગાઈ થઈ હતી. દરમિયાન ફરિયાદીની પુત્રી સાથે આરોપીની સગાઈ થઈ હોય આરોપી અવારનવાર ફરિયાદીના ઘરે આવતો હોય અને ફરિયાદીના ઘરે જ આરોપીએ વારંવાર તરુણીને હવસનો શિકાર બનાવતા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાને ઓચિંતા પેટમાં દુખાવો ઉપડતા પરિજનોને પોતાની પુત્રી ગર્ભવતી બની હોવાનું માલૂમ પડતાં તાકીદે સગીરાને હળવદ બાદ મોરબી ખાતે સારવાર અર્થે ખસેડતા ત્યાં હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપતા સગીરાના પિતાએ પોતાના થનાર જમાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.