ઊંઝાના કહોડા ગ્રામ પંચાયતે ગરીબોના મકાન તો ફાળવી દીધા પણ રસ્તો જ નથી ક્યા જવુ એ સવાલો ઉભા થયા છે વારંવાર રસ્તા બાબતે રજૂઆતો છતાં પણ છેલ્લે પરિણામ શુન્ય મળ્યું ? આ બાબતે જવાબદાર કોણ ? શુ ગરીબોને હક માંગવાનો અધિકાર નથી ? કેમ ન્યાય નથી મળ્યો ? - At This Time

ઊંઝાના કહોડા ગ્રામ પંચાયતે ગરીબોના મકાન તો ફાળવી દીધા પણ રસ્તો જ નથી ક્યા જવુ એ સવાલો ઉભા થયા છે વારંવાર રસ્તા બાબતે રજૂઆતો છતાં પણ છેલ્લે પરિણામ શુન્ય મળ્યું ? આ બાબતે જવાબદાર કોણ ? શુ ગરીબોને હક માંગવાનો અધિકાર નથી ? કેમ ન્યાય નથી મળ્યો ?


ઊંઝાના કહોડા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસની સામે સિદ્ધાર્થ નગર સોસાયટીમાં અવરજવર કરાતો રસ્તો અમુક ઈશમો દ્વવારા બંધ કરી દેતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઇ રહ્યા છે.જેમાં સ્થાનિકૉ દ્વવારા અગાઉ પણ રસ્તા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં રજુઆતો કરેલ છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું અને તાજેતરમાં સોસાયટીમાં રહેતા જોષી હરેશભાઇ અને અન્ય છ માણસોએ ભેગા મળીને રાતોરાત સોસાયટી વચ્ચે પાકી દીવાલ બનાવી દેતા પાછળ રહેતા પરિવારો માટે રસ્તો બ્લોક થઇ ગયો છે.તાત્કાલિક પગલાં લઈને જાહેર રસ્તો ખુલ્લો કરવા માંગ ઉઠી છે.
આ તમામ વિગતો સાથે આજરોજ ગ્રામપંચાયતમાં પરિવારો દ્વવારા લેખિતમાં જાણ કરાઈ હતી જેમાં પંચાયત દ્વવારા અડચણરૂપ સોસાયટી વચ્ચે જે ઈશમોએ રસ્તો બનાવ્યો હતો એમના વિરુદ્ધમાં અરજી દ્વવારા જાણ કરાઈ હતી જેમાં પંચાયત દ્વવારા સ્થળની મુલાકાત કરી હતી અને ત્યા અડચણરૂપ રસ્તાને તાત્કાલિક ધોરણે હટાવવા સારુ પણ જણાવ્યું હતું.
સિદ્ધાર્થનગર સોસાયટીમાં સરકાર દ્વવારા આપવામાં આવેલ સહાયમાં મકાનો ફાળવવામાં આવેલ છે તે પરિવારોને આવવા જવા માટે કોઈ મુખ્ય માર્ગ નથી જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ છે.
સ્થાનિક પરિવારોનુ કહેવું છે કે અમે ગણા વર્ષોથી રસ્તા બાબતે લેખિતમાં રજુઆતો કરેલ છે પરંતુ રસ્તા બાબતે કોઈ નિકાલ આવ્યો નથી. અને તમામ સરકારી કચેરીઓમાં લેખિતમાં અરજી પણ કરેલ છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી જે સ્થાનિક પરિવારો દ્વવારા સરકાર પાસે અને તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે.
આ પ્રકારની ઢીલી નીતિના કારણે આજે ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારો હેરાન થઇ રહ્યા છે.સરકારે મકાનો તો ફાળવી દીધા પણ રસ્તો જ નથી ક્યાંથી જવુ એ સવાલ ઉભો થયો છે.સ્થાનિક રહીશો દ્વવારા ન્યાયની માંગણી કરી છે અને જો આ બાબતે નિરાકરણ નહીં આવે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર રજુઆતો કરવામાં આવશે.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.