શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં સરસ મેળો 2024નું આયોજન - At This Time

શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં સરસ મેળો 2024નું આયોજન


સરકાર દ્વારા અમને જે પ્લેટફોર્મ મળ્યું, તેનાથી અમે અમારા દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું સીધું જ વેચાણ ગ્રાહકોને કરી શકીએ છીએ : કૃપલ સુખાનંદી

અલગ અલગ પ્રકારના મીલેટ્સમાંથી બનાવેલા કુકીઝનું વેચાણ કરતા શ્રી કૃપલબેને માન્યો સરકારનો આભાર

હેન્ડમેડ કુકીઝની આજે ખૂબ માગ વધી છે પરંતુ એ મીઠાસમાં ક્યાંક હાનિકારક તત્વ ન હોય તેની ચિંતા સતત આપણને સતાવતી હોય છે ત્યારે લોકોની આ ચિંતા દૂર કરતા સરસ મેળામાં કૃપલ સુખાનંદી નામના મહિલા પોતાના દ્વારા બનાવવામાં આવેલી વિવિધ પ્રકારની આરોગ્યપ્રદ કૂકીઝનું વેચાણ કરવા અર્થે આવ્યા છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં સરસ મેળો 2024નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મહિલાઓ પોતાના દ્વારા બનાવટની વિવિધ વસ્તુઓ વેચાણ માટે લાવી છે, ત્યારે આવા જ એક મહિલા કૃપલબેન સોલંકી જૂનાગઢ જિલ્લામાંથી આવ્યા છે જૂનાગઢમાં પોષણ સ્વ સહાય જૂથ ચલાવતાં રૂપલબેન પોતાનો અનુભવ વર્ણવતા જણાવે છે કે, “મારા દ્વારા ઉત્પાદિત કૂકીઝ ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે આ કૂકીઝની ખાસિયત એ છે કે તેમાં મેંદાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અલગ અલગ પ્રકારના મીલેટ્સમાંથી આ કૂકીઝ તૈયાર કરવામાં આવી છે સરકાર દ્વારા અમને જે પ્લેટફોર્મ મળ્યું છે, જેનાથી અમે અમારા દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું સીધું જ વેચાણ ગ્રાહકોને કરી શકીએ છીએ. અમને આત્મનિર્ભર બનાવતા સરકાર દ્વારા આ પગલું ખૂબ જ આવકાર્ય છે સરસ મેળા જેવા આયોજન થકી સરકારનો હેતુ મહિલાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો છે જે તેમને સમાજમાં અને અર્થવ્યવસ્થામાં મજબૂત સ્થાન મેળવવામાં મદદરૂપ થાય છે અને મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.